બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Devotees at the Ram temple donated wholeheartedly, in just one day Rs. 3 crores 17 lakhs donation

અયોધ્યા રામ મંદિર / રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું, માત્ર એક જ દિવસમાં રૂ. 3 કરોડ 17 લાખનો ચઢાવો રામલલાને અર્પણ

Priyakant

Last Updated: 01:03 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું

  • 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ મળ્યું રેકોર્ડબ્રેક દાન 
  • રામમંદિરમાં રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો
  • પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે.

વધુ વાંચો: અયોધ્યામાં રામલહેર: આજે પણ કતારમાં ભક્તોની લાંબી લાઇન, વાહનોની એન્ટ્રી પર રોક

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, 23 જાન્યુઆરી મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા. દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ તૈયાર કરી છે. તેમણે અયોધ્યાની આસપાસના સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને સુવ્યવસ્થિત મંદિર દર્શન કરાવવામાં સહકાર આપવા સૂચના આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ