બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Long line of devotees even today at Ayodhya Ram temple

Ayodhya Ram Mandir / અયોધ્યામાં રામલહેર: આજે પણ કતારમાં ભક્તોની લાંબી લાઇન, વાહનોની એન્ટ્રી પર રોક

Priyakant

Last Updated: 08:11 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: રામ નગરી અયોધ્યામાં રામની લહેર એવી છે કે, દરેક લોકો રામ લલ્લાની એક ઝલક મેળવવા આતુર, આજે પણ સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી

  • રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરમાં ભક્તોની ભારે ભીડ
  • મંદિરની અંદર અને બહાર લગભગ 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા 
  • રામ ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી દર્શન કરી શકશે

Ayodhya Ram Mandir : રામ નગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે રામ મંદિરમાં ભક્તો મધ્યરાત્રિથી દર્શન માટે એકઠા થવા લાગ્યા હતા અને મંગળવારે મોડી સાંજ સુધી લાખો ભક્તોએ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા. અયોધ્યામાં પહેલા દિવસે 5 લાખથી વધુ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા. રામ નગરી અયોધ્યામાં રામની લહેર એવી છે કે, દરેક લોકો રામ લલ્લાની એક ઝલક મેળવવા આતુર છે. આજે પણ એટલે કે બુધવારે સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

રામભક્તોની ભીડને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. બીજા દિવસે એટલે કે આજે અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની સતત ભીડ જોવા મળી રહી છે. રામ ભક્તોની લાંબી કતારો છે.  અયોધ્યામાં પહેલા દિવસે રામભક્તોની ભીડ જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર જિલ્લા મેજિસ્ટ્રેટ અયોધ્યાએ શહેરમાં આઠ સ્થળોએ મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે. ભક્તોની ભારે ભીડને જોતા ઘણી વખત ભીડ કાબુ બહાર જતી હોય તેવું જણાતું હતું પરંતુ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને લોકોને કતારોમાં ઉભા કરી ભગવાન રામના દર્શન કર્યા હતા. માહિતી નિર્દેશક શિશિરે મંગળવારે મોડી સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે પાંચ લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે.'

રામ ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી દર્શન કરી શકશે
અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પહેલા દિવસે 5 લાખથી વધુ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે,  સોમવારે પીએમ મોદીએ રામ લલ્લાનો અભિષેક કર્યો અને બીજા દિવસે એટલે કે મંગળવારે સવારથી જ રામ ભક્તો રામ લલ્લાના દર્શન કરવા લાગ્યા.  રામલલાના દર્શન કરવા આવતા લાખો ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય રાત્રે 10 વાગ્યા સુધી વધાર્યો છે. હવે રામ ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી આરામથી દર્શન કરી શકશે. અગાઉ સાંજે 7 વાગ્યા સુધી જ દર્શનની સુવિધા ઉપલબ્ધ હતી.

વધુ વાંચો: આજે આ રાશિના જાતકો ખોટા પરિણામો ભોગવવા રહે તૈયાર, જીવનસાથી સાથે તણાવના પણ યોગ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા 
આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર તિવારીએ કહ્યું, અમે એ સુનિશ્ચિત કરીશું કે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. મંદિરની અંદર અને બહાર લગભગ 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ જમાવટ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે પણ રામલલાના દર્શન કરવા માટે રામપથ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ