બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 08:09 PM, 16 March 2023
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી દેંવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીને બ્લેકમેલ કરવા અને ધમકી આપવાનાં મામલામાં એક ડિઝાઈનરની પોલીસે ધરપકડ કરી છે. આ પહેલા અમૃતા ફડણવીસે તે ડિઝાઈનરની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. અમૃતા ફડણવીસનો આરોપ છે કે ડિઝાઈનર અનીક્ષાએ તેના પોતાના પિતાની સામે કરેલ કેસને પાછો ખેંચવા માટે અમૃતાને એક કરોડ રૂપિયાની લાંચ આપી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલામાં મુંબઈ પોલીસે ઉલ્હાસનગરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે ડિઝાઈનરનાં પિતાએ અમૃતા ફડણવીસને એક મામલામાં ફસાવાની ધમકી પણ આપી હતી.
महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस की पत्नी अमृता फडणवीस को ब्लैकमेल करने और धमकी देने के आरोप में पुलिस ने महिला डिजाइनर अनिक्षा को गिरफ्तार किया। https://t.co/3q9sNu5519 pic.twitter.com/bjoGgarGv9
— ANI_HindiNews (@AHindinews) March 16, 2023
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટસ્ અનુસાર અમૃતા ફડણવીસે 20 ફેબ્રુઆરીનાં રોજ ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ અનુસાર ફરિયાદમાં ફડણવીસે જણાવ્યું કે અનીક્ષા એક જ્વેલેરી અને ફુટવેરની ડિઝાઈનર છે અને તે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન તેમને મળી હતી. અમૃતા ફડણવીસે જણાવ્યું કે અનીક્ષાએ તેમના પાસે તેમના ઉત્પાદકોનો સાર્વજનિક કાર્યક્રમોમાં પ્રચાર કરવાની અપીલ કરી હતી.
ફરિયાદ:
નોંધાવેલ ફરિયાદ અનુસાર અનીક્ષાએ અમૃતા ફડણવીસને જણાવ્યું કે તેના પિતા કેટલાક સટ્ટેબાજોની સાથે સંબંધ ધરાવે છે. આરોપ છે કે અનીક્ષાએ ફડણવીસને કહ્યું કે તે પોલીસને સટ્ટેબાજોનાં વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો આદેશ આપીને પણ પૈસા કમાઈ શકે છે અને પોલીસ દ્વારા સટ્ટેબાજોની સામે કાર્યવાહી ન કરવાનો આદેશ આપીને પણ પૈસા કમાઈ શકે છે. અમૃતા ફડણવીસે કહ્યું કે તે આ પ્રસ્તાવ પર નારાજ થઈ અને તેણે અનીક્ષાને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું.
અનીક્ષાએ અમૃતા ફડણવીસને આપી ધમકી
અમૃતા ફડણવીસનો આરોપ છે કે અનીક્ષાએ તેના પિતાની સામે નોંધાયેલ ગુનાહિત મામલાથી પિતાને બચાવવા માટે અમૃતાને એક કરોડની લાંચ આપવાની વાત કરી હતી. ત્યારબાદ ફડણવીસે અનીક્ષાનો નંબર બ્લોક કર્યો તો તે અન્ય કોઈ નંબરથી મેસેજ અને ઓડિયો ક્લિપ મોકલીને અમૃતાને ધમકાવા લાગી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.