બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક

દેવ દર્શન / ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:30 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરસના પથ્થરોથી બનાવવામાં આવેલુ તખ્તેશ્વર મહાદેવનું આ મંદિર 133 વર્ષ જૂનું છે. શહેરના મહારાજા તખતસિંહજીએ વર્ષ 1893માં આ મંદિરની સ્થાપના કરી હતી. ઈંટ અને ચૂનાનો ઉપયોગ કર્યા વિના તખ્તેશ્વર મહાદેવના આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે.

સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક છે. ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલા આ મંદિરના નિર્માણ પાછળની કહાની રોચક છે. ભાવનગર શહેરની મધ્યમાં વાઘાવાડી રોડ પાસે ટેકરી તખ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આરસના પથ્થરોથી બનાવવામાં આવેલુ તખ્તેશ્વર મહાદેવનું આ મંદિર 133 વર્ષ જૂનું છે. શહેરના મહારાજા તખતસિંહજીએ વર્ષ 1893માં આ મંદિરની સ્થાપના કરી હતી. ઈંટ અને ચૂનાનો ઉપયોગ કર્યા વિના તખ્તેશ્વર મહાદેવના આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. 133 વર્ષ જુના તખ્તેશ્વર મહાદેવના મંદિરે મહાદેવજીના શરણે ભાવનગર વાસીઓ વહેલી સવારમાં દર્શન કરીને પોતાના દિવસની શરુઆત કરી આજે પણ વર્ષો જૂની પરંપરાને જાળવી રહ્યા છે.

d 1

ભાવનગરમાં બિરાજમાન તખ્તેશ્વર મહાદેવ

ભાવનગરના મહારાજા તખતસિંહજીએ કરાવડાવેલા તખ્તેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ પાછળ અનોખી લોકવાયકા છે. વર્ષ 1893માં લંડનથી અભ્યાસ કરીને પરત આવેલા મહારાજા તખતસિંહજીની બોટાદ નજીક સંત મસ્તરામ બાપાની સાથે મુલાકાત થઈ હતી. ખૂબ જ ઠંડીનો માહોલ હતો. એટલે રાજાએ સંતને શાલ ઓઢાડી તો સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી હતી. આ ઘટના પછી રાજા તખ્તસિંહ સમજી ગયા કે આ કોઈ ચમત્કારી મહાપુરૂષ છે. એટલે તુરંત સંતને પૂછ્યું મહાત્માજી મારે લાયક કોઈ હુકમ? ત્યારે સંતે રાજાને કહ્યુ, તું બારસો પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે તેવા કામ કર. તારું કામ તને કાયમ ચિરંજીવ રાખશે.

d 2

આ પણ વાંચો: બોટાદમાં રેડ એલર્ટ, આજની રાત સાચવવું પડશે, 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ

ઈંટ અને ચૂનાના ઉપયોગ વિના મંદિરનું નિર્માણ

મહારાજા તખ્તસિંહજીને સ્વપનમાં મહાદેવજી આવ્યા પછી આ શિવલિંગ નર્મદાના કાંઠે હોવાનું દ્રશ્યમાન થતા નર્મદા જઈને, ત્યાંથી શિવલિંગ ભાવનગરમાં લાવી વર્ષ 1893માં ટેકરી ઉપર સ્થાપના તેની કરી હતી. શિવલિંગ 2 રંગના છે અને શિવલિંગમાં વચ્ચે પીળા કલરની જનોઈ પણ દેખાય છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ભાવિકો તખ્તેશ્વર મહાદેવની શરણમાં આવી તેમની માનતા રાખે છે જે ચોક્કસ પરિપૂર્ણ થાય છે. સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરોથી બનાવવામાં આવેલા આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ ફરતે ચાંદીનો થાળ છે. ઉંચી ટેકરી પર આવેલા આ મંદિરેથી સમગ્ર ભાવનગર શહેરનો સુંદર નજારો જોવા મળે છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો મહાદેવજીના દર્શન કરી ધન્ય તો થાય છે જ સાથે મંદિર પરિસરમાં બેસી ખુશનુમા વાતાાવરણમાં અલૌકિક શાંતિનો અહેસાસ કરે છે. શહેરની હેરીટેઝ પ્રોપર્ટીમાં મંદિર સમાવેશ થાય છે. આ મંદિરની આરસની કોતરણી મનમોહક છે. મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. ટેકરી પર બિરાજમાન સમગ્ર ભાવનગર શહેરને મહાદેવજીના દર્શન થાય છે. જેનાથી ભાવનગરવાસીઓને ધન્યતા અનુભવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Takhteshwar Mahadev Dev Darshan Bhavnagar Takhteshwar Mahadev

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ