બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Depositors eligible to receive up to 5 lakh if the back license is terminated

ફાઈનાન્સ / બૅંકનું લાઈસન્સ રદ્દ થાય તો તમને આટલા લાખ રૂપિયા મળી શકે છે, જાણો નિયમ

Published By: Shalin

Last Updated: 06:15 PM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક RBIએ ગુરુવારે માહિતી આપી છે કે કોલ્હાપુરમાં સુભદ્રા લોકલ એરિયા બેંકનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

બેંકના સંચાલનમાં થતી ખામીઓને ધ્યાનમાં રાખીને RBIએ આ નિર્ણય લીધો છે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22, 4 હેઠળ આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આ કેસ વિશે વિસ્તૃત માહિતી આપતાં RBIએ જણાવ્યું હતું કે સુભદ્રા બેંકમાં એવા ઘણા કામો થઇ રહ્યા હતા જે થાપણદારોના વર્તમાન અને ભવિષ્ય માટે યોગ્ય ન નથી. આવી સ્થિતિમાં આ બેંક ચાલુ રાખીને પ્રજાને નુકસાન થઈ શકે છે.

બેન્કિંગ અને અન્ય વ્યાપારો ઉપર પ્રતિબંધ મુકાયો

RBIએ આ મહિનામાં મહારાષ્ટ્રની મુશ્કેલીમાં મુકાયેલી કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ પણ રદ કર્યું હતું. હવે સુભદ્રા બેંકને લઈને કેન્દ્રીય બેંકનું કહેવું છે કે ગયા નાણાકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં આ બેંકે મિનિમમ નેટ વર્થની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. આ બેંક પાસે થાપણદારોને પરત કરવા માટે પૂરતી મૂડી નથી. હવે લાઇસન્સ રદ થયા પછી, આ બેંક કોઈપણ પ્રકારનું બેંકિંગ અથવા અન્ય વ્યવસાય કરી શકશે નહીં.

ડિપોઝિટર્સને મળશે 5 લાખ રૂપિયા સુધીની રકમ

નોંધનીય છે કે કોઈ પણ બેંક બંધ થવા પર બેંકની તમામ મૂડી તેમના થાપણદારોને પાછા આપવાની જોગવાઈ છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આ સુનિશ્ચિત કરે છે. DICGCના નિયમો અનુસાર આ મર્યાદા 5 લાખ રૂપિયા સુધીની છે. 

આનો અર્થ છે કે બેંક બંધ થયા પછી થાપણદારો વધુમાં વધુ 5 લાખ રૂપિયા પાછા મેળવી શકે છે. RBIનું કહેવું છે કે કરાડ બેંકના 99 ટકા થાપણદારોને તેમના સંપૂર્ણ પૈસા પાછા મળશે.

બેન્કની પાસે ડિપોઝિટર્સને પૈસા પાછા આપવા પૂરતી રકમ 

RBIએ કહ્યું કે, "આ બેંકના સંચાલનની કામગીરીને જોતા, એમ કહી શકાય કે થાપણદારોના વર્તમાન અને ભાવિ પર વિપરિત અસર પડશે." લાઇસન્સ રદ કર્યા પછી, RBI હવે હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે, RBIએ એમ પણ કહ્યું હતું કે હાલમાં સુભદ્રા લોકલ એરિયા બેંક પાસે તમામ થાપણદારોને ચૂકવણી કરવા માટે પૂરતી મૂડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Maharashtra RBI બેંક મહારાષ્ટ્ર Banking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ