બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ડેન્ગ્યૂનો તાવ એડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે. આ મચ્છર ત્યારે સંક્રમિત થાય છે જ્યારે તો કોઈ ડેન્ગ્યૂ સંક્રમિત વ્યક્તિનું લોહી ચૂસે છે. આ વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સીધું જ સંક્રમણ નથી ફેલાતું. ડેન્ગ્યૂ સંક્રમણ DEN-1, DEN-2,DEN-3 અને DEN-4 વાયરસને કારણે ફેલાય છે.
કયા સમયે વધુ કરડે છે ડેન્ગ્યૂના મચ્છર?
ADVERTISEMENT
ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છર સૌથી વધુ બપોરના સમયે કરડે છે. ખાસ કરીને સૂર્યોદયના 2 કલાક બાદ અને સૂર્યાસ્તના 1 કલાક પહેલા જો કે, રાત્રએ પણ આ મચ્છર રાત્રે પણ એક્ટિવ હોય છે. ખાસ કરીને જ્યાં પ્રકાશ હોય છે. આ મચ્છરો ઓફિસ, મોલ, ઈનડોર સ્ટેડિયમ, સહિતની જગ્યાઓ પર વધુ જોવા મળે છે.
મચ્છરને કેવી રીતે ઓળખશો
ADVERTISEMENT
આ બંને મચ્છર ઘણા ખરા અંશે સરખા જેવા જ લાગે છે. એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે. કારણ કે તેનાં ઉપાંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. બંને સાઇઝ સિવાય લગભગ સરખા જેવા જ લાગતા મચ્છર છે.
લક્ષણો:
ADVERTISEMENT
સખત તાવ આવવો
તાવ ચઢઉતર થવો
બેચેની કે ઊલટી-ઊબકા થવા
સ્કીન રેશિસ એટલે કે ચકામાં પડી જવા
માથું દુખવું
શરીરનો દુ:ખાવો
હાડકાં દુખવા
લક્ષણો મોટે ભાગે 2 થી 7 દિવસ સુધી વધારે જોવા મળતા હોય છે ત્યાર બાદ ઓછા થઈ જાય છે.
ADVERTISEMENT
ગંભીર લક્ષણો
-સખત શરીર અને પેટનો દુખાવો
-સતત ઊલટીઓ થવી
-પેઢામાંથી લોહી નીકળવું કે લોહીની ઊલટીઓ થવી
- ઝાડમાં લોહી પડવું
આવા કિસ્સાઓમાં તાકીદે નિષ્ણાંત ડોક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
ADVERTISEMENT
ટેસ્ટ
મોટે ભાગે ડેન્ગ્યુનાં ટેસ્ટસની પ્રક્રિયા સરળ હોય છે. તમારે માત્ર બ્લડ આપવાનું હોય છે અને સરળતાથી નિદાન કરી શકતું હોય છે.
આ માટે IgM અને NS1 પ્રોટીન ટેસ્ટ આ બે મુખ્ય નિર્ણાયક ટેસ્ટ છે.
બંને ટેસ્ટ કરવામાં આવે તો કન્ફર્મ ડાયગ્નોસિસ કરી શકાય છે.
ઘણા કિસ્સાઓમાં લક્ષણો પૂરા થઈ ગયા અને ટ્રીટમેન્ટ લીધા બાદ પણ થોડા સમય સુધી IgM પોઝિટિવ આવી શકે છે. તો એ વધારે ચિંતાનો વિષય નથી. કારણ કે એ સૂચવે છે કે નજીકના સમયમાં જ જેતે દર્દીને ડેન્ગ્યુ થયો હતો.
આ સિવાય બ્લડ કાઉન્ટમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવાનું નોંધવાથી પણ જાની શકાય કે ડેન્ગ્યુ છે.
આ ઘટનાને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે. જનરલી આપણાં શરીરમાં 1.5 લાખથી 3.5 લાખ ત્રાકકણો એટલે કે પ્લેટલેટ હોવા જોઈએ. પણ ડેન્ગ્યુમાં તે ઘટી જાય છે જેને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે.

ટ્રીટમેન્ટ
તમને જાણીને નવાઈ લાગશે કે ડેન્ગ્યુની કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે કે એવી કોઈ ગોળી નથી જે ખાઈ લેવાથી ડેન્ગ્યુ મટી જાય. પણ એની સારવાર સિમ્પટોમેટિક એટલે કે લક્ષણો અનુસાર થતી હોય છે.
1) તાવ પર કંટ્રોલ કરવો. ડોક્ટરની સૂચવેલી દવા સિવાય મીઠા વાળા પાણીના પોતા મૂકવા.
2) લિક્વિડ એટલે કે પ્રવાહી બને એટલું વધારે લેવું. હાયડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. જ્યુસ નારિયળ પાણી કે લીંબુ પાણી વગેરે લેતા રહેવું
3) રેસ્ટ- બની શકે એટલો આરામ કરવો જોઈએ. દર્દીઓને મોટે ભાગે શરીર દુખવાના કારણે આરામ કરવાની ઈચ્છા નથી થતી પણ બેડ રેસ્ટ એ જ સારવાર છે એ યાદ રાખો.
4) સુપાચ્ય આહાર લેવો જોઈએ. ભારે ખોરાક બિલકુલ ન લેવો જોઈએ. આથો આવેલી વસ્તુઓ બેકરી આઈટમ ગેસયુક્ત ઠંડા પીણાં અને પચવામાં ભારે તમામ વસ્તુઓ ન લેવી.
4) અન્ય લક્ષણો માટે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેતા રહેવી.
આહાર
વિટામિન સી ધરાવતા દરેક ફ્રૂટ અને શાકભાજી ખાઈ શકાય. ફુલાવર, ઓરેન્જ જ્યુસ, પાઇનએપલ જ્યુસ વગેરે પીવું હિતકર્ છે. આ સિવાય નારિયળ પાણી, લીંબુ પાણી પણ પી શકાય. ખાવાનું ભાવશે નહીં પરંતુ લઘુ આહાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
આ સિવાય હળદર અને આમળાનો પણ ઉપયોગ વધારવો જોઈએ. ગળો, તુલસી અને લીમડા જેવી ઔષધિઓ એન્ટિવાયરલ ઇફેક્ટ્સ આપતી હોય છે માટે તેનો ઉપયોગ કરી શકાય.

શું ન ખવાય
અમુક એક્સપર્ટસનાં કહેવા અનુસાર ચેરી કે ગાયનું દૂધ પીવાથી પ્લેટ લેટ ઘટી શકે છે. આ સિવાય પચવામાં ભારે હોય એવું કશું ન્ ખાવું જોઈએ. વાલોળ પાપડી, ભીંડા, બાજરી આદિ ખાવાનું ટાળવું જોઈએ. ફૂડ પેકેટ્સ અને તીખી તળેલી વસ્તુઓ બંધ કરી દેવી હિતકર્ છે. ઠંડુ પાણી છોડીને ગરમ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો જોઈએ.
સાવધાની અને બચાવ
- આહાર બરાબર લેવો જોઈએ અને ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમે જલ્દી સાજા થઈ શકો
-ડેંગયુથી બચવા માટે મચ્છરથી બચવું જરૂરી છે. આ માટે મચ્છરનો ફેલાવો અટકાવવા માટે બનતા તમામ પ્રયાસો કરવા જોઈએ.
- ડેન્ગ્યુનાં મચ્છર ચોખ્ખા પાણીમાં થઈ શકે છે માટે પાણીનો સંગ્રહ ન્ કરવો. અથવા જ્યાં કરેલો હોય તે ભાગ બંધ ઢાંકીને રાખવો.
- ટાયર, ડોલ, કન્ટેનર્સ, ઝાડના થડમાં પડેલા કાણાં, પડી રહેલા પાઇપ વગેરેમાં આવું પાણી ભરાઈ રહે છે.
- લીમડા, કપૂર વગેરેનો ધૂપ કરવો જોઈએ
- લારવીસાઈડ્સ એટલે કે જંતુનાશકોનો છંટકાવ પણ કરી શકાય
- મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવતા છંટકાવને સપોર્ટ કરો
- બને એટલી સ્વચ્છતા વધારે રાખવી જોઈએ તથા મોસકીટો રિપેલન્ટસનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ
- આ સિવાય મુસાફરી કરતાં વખતે પણ ઋતુ અને સ્થળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં મોટા પ્રમાણમાં મચ્છરો જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.