બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / delhi high court refuses renewal of petrol car registration

BIG NEWS / 15 વર્ષ જૂના વાહનો થઈ જશે ભંગાર: ફરી વખત રજીસ્ટ્રેશન કરાવી શકશો નહીં, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

Pravin

Last Updated: 12:00 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી-એનસીઆરમાં 15 વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનોના રજીસ્ટ્રેશનના નવીનીકરણની મંજૂરી આપવાની ના પાડી દીધી છે.

  • 15 વર્ષ જૂના વાહનો થઈ જશે ભંગાર
  • હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો
  • રજીસ્ટ્રેશન માટેની અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી-એનસીઆરમાં 15 વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનોના રજીસ્ટ્રેશનના નવીનીકરણની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પારિત કરવામાં આવેલા આદેશને ધ્યાને રાખતા કોર્ટે આ વાહનોના રજીસ્ટ્રેશનના રિન્યૂવલની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. 

ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ કહ્યું કે, દિલ્હી સરકારની નીતિ મુજબ, અરજીકર્તા દ્વારા વાહનના આવી જગ્યાએથી ટ્રાંસફર કરવા માટે NOC પ્રાપ્ત કરી શકે છે. જેને લઈને NGT અને સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત અનુમતી આપવામાં આવી છે. 

15 વર્ષ બાદ ફરી વાર નહીં થાય રજીસ્ટ્રેશન

કોર્ટે કહ્યું કે, NGT અને સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામા આવેલા આદેશને ધ્યાને રાખતા અરજીકર્તા દિલ્હી-એનસીઆરમાં ચાલવાના ઉદ્દેશ્યથી 15 વર્ષ પુરા થવા પર પેટ્રોલ વાહનના રજીસ્ટ્રેશનના નવીનીકરણની માગ ન કરી શકે. 

કોર્ટે રદ કરી અરજી

કોર્ટે અરજીકર્તા દ્વારા માગવામાં આવેલી રાહત આપવાની ના પાડતા અરજી ફગાવી દીધી હતી. કોર્ટનો આ આદેશ એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો. જેમાં દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા 15 વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનોના રજીસ્ટ્રેશનના નવીનીકરણના સંબંધમાં જાહેર કરીને એક સાર્વજનિક નોટિસ જાહેર કરવાનો પણ આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ