ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'છોકરી સાથે મિત્રતા, સંમતિ વગર જાતીય સંબંધો બાંધવાનો અધિકાર નથી આપતી' હાઈકોર્ટે લગાવી ફટકાર
Last Updated: 06:10 PM, 25 July 2025
ADVERTISEMENT
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષ ફક્ત મિત્રતાના આધારે છોકરીની સંમતિ વિના તેની સાથે જાતીય સંબંધ બનાવી શકતો નથી. કોર્ટે સગીર છોકરી પર દૂષ્કર્મ કરનાર આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
ADVERTISEMENT
જસ્ટિસ ગિરીશ કઠપાલિયાએ કહ્યું છે કે ફક્ત છોકરીએ મિત્રતા કરી હોવાથી, તેનો અર્થ એ નથી કે છોકરાને સંબંધ બાંધવા માટે દબાણ કરવાની મંજૂરી મળે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સગીરના કિસ્સામાં, સંમતિ પણ કાયદેસર રીતે માન્ય નથી.
વધુ વાંચો: જો 30 સીટો વધારે મળી હોત તો આજે કોંગ્રેસ સરકાર હોત, OBC સંમેલનમાં ખડગેનો વસવસો
ADVERTISEMENT
દૂષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવી
કોર્ટે FRIમાં છોકરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને તેના નિવેદન પર આધાર રાખ્યો. છોકરીએ કહ્યું કે આરોપીએ તેની ઇચ્છા વિરુદ્ધ ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું. આરોપીએ દાવો કર્યો હતો કે છોકરી પુખ્ત હતી અને આ સંબંધ સંમતિથી હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો.
ADVERTISEMENT
છોકરીની સંમતિ વિના તેની સાથે જાતીયસબંધ બાંધવો ગુનો છે.
આ કેસ એપ્રિલ 2023નો છે, જ્યારે આરોપી વિકાસનગરીમાં NDMC એપાર્ટમેન્ટમાં મજૂર કરતો હતો. આ સમય દરમિયાન તેને છોકરી સાથે મિત્રતા કરી અને તેના પર દૂષ્કર્મ ગુજાર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપી તેને ચૂપ રહેવા માટે ધમકાવતો રહ્યો અને નવેમ્બર 2023 સુધી તેનું જાતીય શોષણ કરતો રહ્યો. કોર્ટે છોકરીના તેની ઉંમર અંગેના શાળાના શૈક્ષણિક પ્રમાણપત્રો સ્વીકાર્યા અને કહ્યું કે આ પુરાવાઓની નજીકથી તપાસ કરી શકાતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ