ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / એક જ બેઠક પર કેજરીવાલ લડશે ચૂંટણી, જાટ અનામત પર ખેલ્યો દાવ, દિલ્હી વિધાનસભાના સમીકરણ બદલાશે?
Last Updated: 02:23 PM, 9 January 2025
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીના જાટ સમુદાયને અનામત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જાટ સમુદાયને ભાજપ દ્વારા છેલ્લા 10 વર્ષથી છેતરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારની કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે સંસ્થામાં દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીના જાટોની યાદ ચૂંટણી પહેલા આવે છે. દિલ્હીની અંદર, રાજસ્થાનના જાટ સમુદાયને અનામત મળે છે પરંતુ દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતી નથી. દિલ્હીની સ્ટેટ ઓબીસી લિસ્ટમાં પાંચ વધુ જાતિઓ છે, જે કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં નથી.
ADVERTISEMENT
केंद्र की बीजेपी सरकार दिल्ली के जाट समाज के साथ अन्याय कर रही है। https://t.co/aNn4joXPjz
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2025
તેમણે એવી પણ જાહેરાત કરી કે તેઓ આ વખતે ફક્ત એક જ બેઠક પરથી ચૂંટણી લડશે. આજે બપોરે 3 વાગ્યે તેમની ચૂંટણી પંચ સાથે પણ બેઠક છે. અરવિંદ કેજરીવાલે આ સંદર્ભમાં પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે માંગ કરી છે કે જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવામાં આવે.
ADVERTISEMENT
पिछले 10 वर्षों में केंद्र की BJP सरकार ने दिल्ली के जाट समुदाय से चार बार OBC आरक्षण का वादा किया, लेकिन उसे पूरा नहीं किया। दिल्ली के जाट समाज को भी केंद्र की OBC सूची में शामिल किया जाए।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2025
इस मुद्दे पर मैंने प्रधानमंत्री जी को पत्र लिखकर उनसे अनुरोध किया है कि वो दिल्ली के जाट… pic.twitter.com/2e7WMdcLBg
કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સામેલ કરવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષથી ઓબીસી અનામતના નામે જાટ સમુદાય સાથે છેતરપિંડી કરી છે.
ADVERTISEMENT

પત્રમાં લખ્યું છે કે તમે 2015 જાટ સમુદાયના નેતાઓને ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે. 2019 માં, અમિત શાહે જાટ સમુદાયને કેન્દ્રીય OBC યાદીમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે
કેજરીવાલે સવાલ ઉઠાવતા કહ્યું કે રાજસ્થાનના જાટ સમુદાયના વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટીમાં અનામત મળે છે, તો દિલ્હીના જાટ સમુદાયને કેમ નથી મળતું? દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને કેન્દ્રીય OBC યાદીમાં ન હોવાને કારણે DU માં પ્રવેશ મળતો નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT