બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Deepika Padukone's response to trolls on dating controversy, praises herself that even Ranveer Singh was shocked

મનોરંજન / ડેટિંગ વિવાદ પર ટ્રોલર્સને દિપીકા પાદુકોણનો જવાબ, ખુદના વખાણમાં કહ્યું એવું કે રણવીર સિંહ પણ ચોંક્યો

Megha

Last Updated: 05:31 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ આ દિવસોમાં કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ 8'ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

  • દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે  'કોફી વિથ કરણ'માં આવી હતી 
  • નિવેદન સામે આવ્યા બાદ લોકોએ દીપિકાને ઘણી ટ્રોલ કરી હતી 
  • હવે દીપિકાએ તેના તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ કરણ જોહરના ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ'માં તેના પતિ રણવીર સિંહ સાથે જોવા મળી હતી. શો માં કપલ પોતાના સંબંધો અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. 

અહીં દીપિકાએ કહ્યું હતું કે રણવીર સિંહને મળ્યા બાદ તે કેઝ્યુઅલ રિલેશનશિપમાં રહેવા માંગતી હતી અને તે અભિનેતા સાથે રીલેશનમાં આવતા પહેલા ઘણા લોકોને ડેટ કરી ચૂકી છે. તેનું નિવેદન સામે આવ્યા બાદ લોકોએ તેને ઘણી ટ્રોલ કરી હતી એવામાં હવે ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. 

હવે દીપિકાએ તેના તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. દીપિકાએ એક વાયરલ મિમ ઓડિયો પર એક રીલ શેર કરી છે અને આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ 'કોફી વિથ કરણ 8'માં દીપિકાએ રણવીર સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, 'શરૂઆતમાં તે રણવીર સિંહને લઈને ગંભીર નહોતી. હું તે સમયે ખરાબ સંબંધમાંથી બહાર આવી હતી અને બસ તે સમયે કોઈને લઈને સીરીયસ થવા નહતી માંગતી. 

ઘણા લોકોને દીપિકાની આ વાત પસંદ ન આવી અને તેને ટ્રોલ કરવા લાગ્યા. આ કારણે દીપિકાને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દીપિકા અને રણવીર વચ્ચેના આ સંબંધને નકલી માની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ