ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Decorative knots are becoming like railway isolation coaches, falling for hospital beds

આઈસોલેશવ કોચ / અમદાવાદમાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે રેલવે આઈસોલેશન કોચ, હોસ્પિટલમાં બેડ માટે પડાપડી

Published By: Kiran

Last Updated: 12:09 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગ્ય વ્યવસ્થાપનના અભાવે રેલવે આઈસોલેશન કોચ ઉપયોગ વિના પડ્યા રહ્યા છે. પરતું કોઈ દર્દી રેલવેના કોચમાં જવા તૈયાર નથી

ADVERTISEMENT

  • શોભાના ગાંઠિયા બન્યા આઈસોલેશન કોચ
  • રેલવે એ 19 કોચમાં કરી 330 બેડની સુવિધા
  • રેલવે અને મનપાનું મિસ મેનેજમેન્ટ સામે આવ્યું

કોરોનાની બીજી વેવ શરૂ થતા હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ હતી સ્થિતિ એવી રીતે વકરી કે દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા હતા ત્યારે અમદાવાદ રેલવે વિભાગે તાત્કાલિક ધોરણે 19 કોચમાં 300 બેડ તૈયાર કર્યા હતા જેમાં કોવિડ દર્દીઓની સારવાર આપી શકાય પરતું પાંચ દિવસ વિત્યા હોવા છતા એક પણ દર્દીઓ કોચમાં સારવાર માટે આવી નથી ત્યારે તંત્રની કામગીર પર સવાલ થાય છે કે કોરોનાના તમામ દર્દીઓ સિરિયસ સ્થિતિમાં હોય ત્યારે જ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે કે પછી અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનું મિશ મેનેજમેન્ટ જવાબદાર છે ? 

દર્દીઓ જાતે જ કોવિડ કેર સેન્ટર પર પહોંચી શકે છે
મહત્વનું છે કે રેલવે વિભાગે એક કોચમાં 8 વોર્ડ ઉભા કર્યા છે 1 વોર્ડમાં 2 લોકો સારવાર લઈ શકે તેવી સુવિધા કરવામાં આવી છે, તેમજ ગરમીથી બચવા માટે રેલવે કોચ પર રુફટોપ કુલિંગ અને વિન્ડો કુલર મુકાયા છે અને ઓક્સિજનના સિલિન્ડર પણ મુકાયા છે રેલવે વિભાગે કોરોન્ટાઈન થવા કે કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધા કરી હોવા છતા દર્દીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

રેલવેના આઈસોલેશન વોર્ડ ખાલી પડ્યા છે
અમદાવાદ મનપાના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે દર્દીઓ રેલવે આઈસોલેશન કોચ ઉપયોગ વિના પડ્યા રહ્યા છે. આઈસોલેશન કોચની બહાર ડોક્ટરો દર્દીઓની રાહ જોઈ રહ્યા છે પરતું કોઈ દર્દી રેલવેના કોચમાં સારવાર કરવા માટે જવા તૈયાર નથી એ તંત્રના મિસ મેનેજમેન્ટ જવાબદાર છે ત્યારે સવાલ જરૂર થાય કે આટલી સુવિધા હોવા છતા કેમ દર્દીઓ નથી લઈ રહ્યા સારવાર ? 

દર્દીઓ જાતે જ પહોંચી શકે છે કોવિડ કેસ સેન્ટર

  • રેલવે વિભાગે તૈયાર કર્યા છે આઇસોલેશન કોચ
  • રેલવેના 19 કોચમાં 300 બેડની સુવિધા કરાઈ
  • રેલવેના 13 કોચ સાબરમતીમાં, 6 ચંદલોડિયામાં  
  • એક કોચમાં 8 વોર્ડ, 1 વોર્ડમાં 2 લોકોને સારવાર 
  • ઓક્સિજન સિલેન્ડર પણ મુકવામાં આવ્યા છે 
  • ગરમીથી બચવા રુફટોપ કુલિંગ, વિન્ડો કુલર મુકાયા
  • વેન્ટિલેટર બેડ માટે 5 થી 6 જ ઈન્કવાયરી આવી  
  • કોચમાં 5 દિવસ બાદ પણ એક પણ દર્દી નહી
  • એક તરફ બેડ માટે પડાપડી બીજી તરફ કોચ ખાલી
  • શું સિરિયસ દર્દીઓ જ સારવાર લે છે એ પણ સવાલ ?
  • મિશ મેનેજમેન્ટ કે તંત્રની અણઘડ નીતિ જવાબદાર ? 

સંકળાયેલા મુદ્દાઓ

Beds Railway ahmedabad અમદાવાદ કોરોના બેડ રેલવે Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ