બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Decision after failure of ghee samples for Prasad of Ambaji temple

મોહનથાળ વિવાદ / 'અત્યારે તો મંદિર પ્રસાદ બનાવી રહી છે, અન્ય કોઈ એજન્સીને આ કામ નથી સોંપાયું પરંતુ...', બનાસકાંઠાના કલેક્ટરે જુઓ શું કહ્યું

Malay

Last Updated: 01:15 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasadi controversy: અંબાજી મંદિરના પ્રસાદ માટેના ઘીના સેમ્પલ ફેલ થયા બાદ નિર્ણય, અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ કરાયું શરૂ. કલેક્ટરે કહ્યું, મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘીનો પ્રસાદ અપાયો છે.

  • અંબાજી મંદિરના પ્રસાદ માટેના ઘીના સેમ્પલ ફેલ
  • મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ 
  • હાલમાં કોઈ એજન્સીને કામ નથી સોંપાયું: કલેક્ટર 

Ambaji Prasadi controversy: અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ વિભાગ દ્વારા મોહનથાળ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ ફેલ થયા હતા. મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી. આજથી મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ બનાવવાનું કામ શરૂ કરાયું છે. અત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોહનથાળ પ્રસાદ મુદ્દે બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલનું નિવેદન પણ સામે આવ્યું છે.  તેઓએ જણાવ્યું છે કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. અમારા માણસો જ્યાં પ્રસાદ બનતો હતો, ત્યાં 24 કલાક હાજર જ હતા. 

મેળા દરમિયાન 2 લાખ કિલો પ્રસાદનું થયું વિતરણઃ કલેક્ટર
કલેક્ટરે જણાવ્યું કે, સેમ્પલનું રિઝલ્ટ 15 તારીખે આવ્યું હતું અને ભાદરવી પૂનમ 23 તારીખે હતી. ભાદરવી પૂનમના મેળા દરમિયાન ટોટલ બે લાખ કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું હતું અને એ દરમિયાન કોઈ નવી એજન્સીને બોલાવીને આટલી મોટી વ્યવસ્થા કરવી એ કઠીન હતી. સાથે જ મંદિરે માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને પણ પ્રસાદનો લાભ ન મળે એવી પરિસ્થિતિ હતી. એટલે અમે પ્રસાદ બનાવવા માટે એજન્સીના માણસો વાપર્યા હતા.  

અંબાજી વિવાદ મુદ્દે શું કહે છે PK લહેરી, જેમણે 1976માં મંદિર તરફથી શરૂ  કરાવ્યો હતો મોહનથાળનો પ્રસાદ, હવે છે સોમનાથના ટ્રસ્ટી | ambaji temple  mohanthal ...

'ક્વોલિટીમાં નથી કરાયું કોઈ કોમ્પ્રોમાઇઝ'
તેઓએ જણાવ્યું કે, પ્રસાદ બનાવવા માટે માલ-સામાનથી લઈને મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે જગ્યા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં 24 કલાક અમારા માણસો જ હતા. જેથી પ્રસાદની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. 

મોહિની કેટરર્સ સામે ફરિયાદ કરાઈઃ કલેક્ટર
કલેક્ટરે જણાવ્યું કે, મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તેનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં આવ્યો નથી.  મોહિની કેટરર્સ ઉપર FIR પણ કરી દેવામાં આવી છે.  હું ફરીથી દરેકને જણાવવા માગું છું કે મેળા દરમિયાન ભક્તોને બનાસ ડેરીના શુદ્ધ ઘીનો પ્રસાદ અપાયો છે. અત્યારે મંદિર દ્વારા જ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે, અત્યારે નવી એજન્સીને કામ સોંપવાનો કોઈ વિચાર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ