બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Deaths due to heart attack among the youth in the state are continuously increasing

ડરનો માહોલ / ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો જીવલેણ: 10 દિવસમાં જ 4 લોકોને કાળ ભરખી ગયો, 3 મોત તો ખાલી રાજકોટમાં

Malay

Last Updated: 03:51 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં હાર્ટ એટેકથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

  • રાજ્યમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો
  • 10 દિવસમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ
  • આજે રાજકોટમાં 2 લોકોએ ગુમાવ્યો જીવ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગત 10 દિવસમાં રાજ્યમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારે આજે ફરી રાજકોટમાંથી હાર્ટ એટેકની 2 ઘટના સામે આવી છે. રાજકોટના લાયન્સ ક્લબના પૂર્વ પ્રમખ સચિન મણિયાર અને અમિત ચૌહાણ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટનામાં બંન્ને લોકોના મૃત્યુ થયા છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં 10 દિવસમાં 3ના હાર્ટ એટેકથી મોત
સચિન મણિયારને પોતાના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે અમિત ચૌહાણ નામના યુવકને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ મ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બંન્ને લોકોનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, 10 દિવસની અંદર રાજકોટમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે સુરતમાં 1 યુવકને હાર્ટ એટેક આવ્યો છે. આ ચારેય ઘટનામાં 4 લોકોનું મૃત્યુ થયું છે.

અમિત ચૌહાણનું હાર્ટ એટકેથી મોત 
રાજકોટની ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે. 

મૃતક અમિત ચૌહાણ

સચિન મણિયારનું હાર્ટ એટકેથી મોત 
રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકની આ બીજી ઘટના છે. મળતી માહિતી અનુસાર, જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારને વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે લઇ લવામાં આવ્યા હતા. જ્યા તેઓનું નિધન થયું હતું.  સચિન મણિયારના નિધનના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

23 એપ્રિલે  19 વર્ષીય યુવકનું થયું હતું મોત
23 એપ્રિલે રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતક આદર્શ સાવલિયા

સુરતમાં પણ થયું હતું હાર્ટ એટેકથી મોત
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ બાદ કાપડના વેપારીનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો હતો. તપાસમાં 42 વર્ષીય કાનજીસિંહ રાજપુત 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કાનજીસિંહ સુરતથી કાપડ લઈ જઈ રાજસ્થાન વેપાર કરતા હતા. તેમનું અકાળે આવસાન થયા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે મોરબીમાં પણ એકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

મૃતક કાનજીસિંહ રાજપૂત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ