બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / પૈસાનો પવન ફૂંકાશે! સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ચમકાવી દેશે આ 3 રાશિઓનું નસીબ, માલામાલનો યોગ
Last Updated: 02:24 PM, 23 November 2025
ડિસેમ્બર મહિનામાં ગ્રહોનો રાજા સૂર્ય પોતાનો નક્ષત્ર બદલશે. સૂર્યને પિતા, માન, પદ, આત્મા અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. સૂર્યનું ગોચર રાશિચક્રના જીવન પર અસર કરશે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુક્રના પૂર્વાષાઢ નક્ષત્રમાં થશે.
ADVERTISEMENT
સૂર્યનો નક્ષત્ર પ્રવેશ ત્રણ રાશિના લોકોને લાભદાયી
સૂર્યનો શુક્રના પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ ત્રણ રાશિના લોકોને લાભદાયી રહેશે જેમાં વૃષભ, સિંહ અને તુલા રાશિ સામેલ છે. સરવાળે સૂર્ય ગૌચર 3 રાશિના જાતકોને માલામાલ કરી મૂકશે અને તેમને કદી પણ ધનની ખોટ નહીં પડે.
ADVERTISEMENT
વૃષભ રાશિને શું લાભ
સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર વૃષભ રાશિ માટે શુભ રહેશે. તમારા માટે કારકિર્દીમાં પ્રગતિ સરળ બનશે. કારકિર્દીમાં પ્રગતિ નાણાકીય લાભ અને આવકમાં વધારો લાવશે. સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા પ્રેમ જીવનનો સમય સારો રહેશે.
ADVERTISEMENT
સિંહ રાશિને શું લાભ
પૂર્વાષાઢ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ સિંહ રાશિના જાતકોને લાભદાયક રહેશે. તમને શુભ પરિણામોનો અનુભવ થશે. સિંહ રાશિના જાતકો માટે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં પ્રેમ ખીલશે અને માન-સન્માન વધશે.
ADVERTISEMENT
તુલા રાશિનું શું
સૂર્યનું તુલા રાશિમાં ગોચર શુભ રહેશે. તુલા રાશિના જાતકોને લાભ થશે. તમને નાણાકીય લાભ અને ખુશીમાં વધારો થશે. ઉદ્યોગપતિઓને નોંધપાત્ર નફો જોવા મળી શકે છે. તમારું પ્રેમ જીવન અનુકૂળ રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે.
ADVERTISEMENT
ક્યારે થશે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન
ADVERTISEMENT
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન વર્ષના અંતિમ દિવસોમાં 29 ડિસેમ્બરે થશે. સૂર્ય 29 ડિસેમ્બર, 2025, સોમવારના રોજ સવારે 6:37 વાગ્યે પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.