બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / DA Hike employees Salary will directly increase Is it time for 8th Pay Commission

તમારા કામનું / સીધી જ 9 હજાર રૂપિયા વધી જશે કર્મચારીઓની સેલેરી! શું હવે આઠમા પગાર પંચનો સમય આવી ગયો?

Megha

Last Updated: 08:22 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે ચાર ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે. આ મંજૂર થતાં જ તેમના પગારમાં મોટો ઉછાળો આવશે અને એક જ ઝાટકે કર્મચારીઓના પગારમાં 9000 રૂપિયાનો વધારો થશે.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. 
  • કર્મચારીઓને આ વખતે ચાર ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે.
  • આ સાથે જ પગારમાં મોટો ઉછાળો આવશે. 

કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓને આ વખતે ચાર ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે. એટલે કે મોંઘવારી ભથ્થું 50 ટકાના આંકને વટાવી જશે. નોંધનીય છે કે નવેમ્બરમાં, દિવાળી દરમિયાન કર્મચારીઓને મોટી ભેટ આપતા, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધારીને 46 ટકા કર્યું હતું. વધેલું મોંઘવારી ભથ્થું જુલાઈથી ચૂકવવામાં આવ્યું હતું. 

Topic | VTV Gujarati

જો કે કેન્દ્ર સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં હજુ સમય છે. જો આ થયું તો સરકારી કર્મચારીના પગારમાં સીધો વધારો થશે. મોંઘવારી ભથ્થું મંજૂર થતાં જ તેમના પગારમાં મોટો ઉછાળો આવશે અને એક જ ઝાટકે કર્મચારીઓના પગારમાં 9000 રૂપિયાનો વધારો થશે. પણ પ્રશ્ન એ છે કે કેવી રીતે?

તો કેન્દ્ર સરકારે વર્ષ 2016માં એક નિયમ બનાવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર છ મહિને વધારો કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થશે. આ પછી, નિયમો અનુસાર, આ રદ કરવામાં આવશે. 

વર્ષ 2016ના મેમોરેન્ડમમાં એવું કહેવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થું (DA) 50 ટકા એટલે કે મૂળ પગારના 50 ટકા સુધી પહોંચતા જ તેને શૂન્ય કરી દેવામાં આવશે. મતલબ, શૂન્ય થયા પછી, વર્તમાન મોંઘવારી ભથ્થું 1 ટકા, 2 ટકાથી પાછું શરૂ થશે. આવું એટલા માટે થશે કારણ કે, 50 ટકા મોંઘવારી ભથ્થું (DA વધારો) પહોંચતા જ તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. આ સાથે કર્મચારીઓને તેમના પગારમાં સુધારા માટે વધુ રાહ જોવી પડશે નહીં. અગાઉ મોંઘવારી ભથ્થું 100 ટકાથી વધુ હતું. છઠ્ઠા પગાર પંચ સમયે આ ફોર્મ્યુલા હતી.

કર્મચારીઓ માટે મોટી ખુશખબર : DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે  તમારો પગાર I central government employees salary may hike 32400 rupees  yearly

પગારમાં જંગી વધારો કેવી રીતે થશે? 
જ્યારે સરકારે 2016માં 7મું પગાર પંચ લાગુ કર્યું ત્યારે મોંઘવારી ભથ્થું ઘટીને શૂન્ય થઈ ગયું હતું. ગણતરી માટે નવું આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું. શૂન્ય મોંઘવારી ભથ્થાને કારણે, કર્મચારીઓને લાભ મળ્યો કે અગાઉના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આવું જ કંઈક થવા જઈ રહ્યું છે. ફરી એકવાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરીને પગાર વધારવાની યોજના છે. આ જોઇને લાગી રહ્યું છે કે શું 8મા પગાર પંચની રચના કરવાનો સમય આવી ગયો છે?

વધુ વાંચો: વેલેન્ટાઇન ડે પહેલા સોના-ચાંદીની કિંમત ઉછળી, એક ક્લિકમાં જાણો સરાફા બજારના સંપૂર્ણ હાલચાલ

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 9000 રૂપિયાનો વધારો થશે. 
હાલમાં પે-બેડ લેવલ-1 પર મૂળ પગાર 18000 રૂપિયા છે. આ સૌથી ન્યૂનતમ મૂળભૂત છે. જો આપણે તેની ગણતરી જોઈએ તો હાલમાં મોંઘવારી ભથ્થા તરીકે ઉપલબ્ધ કુલ રકમ 7560 રૂપિયા છે. પરંતુ, જો આપણે 50 ટકા મોંઘવારી ભથ્થા પર સમાન ગણતરી જોઈએ, તો તે રૂ. 9000 થશે. 50 ટકા ડીએ પહોંચતાની સાથે જ તે શૂન્ય થઈ જશે અને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. મતલબ, 18000 રૂપિયાનો પગાર 9000 રૂપિયાથી વધીને 27000 રૂપિયા થશે. આ પછી મોંઘવારી ભથ્થું 27000 રૂપિયા ગણવામાં આવશે. જો 0 થયા પછી DAમાં 3%નો વધારો થાય છે, તો તેમનો પગાર દર મહિને 810 રૂપિયા વધશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ