બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / Cyclone changing direction will hit Gujarat? Govt gave good news to farmers, Adipurush final trailer launch

સમાચાર સુપરફાસ્ટ / દિશા બદલતું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે? સરકારે ખેડૂતોને આપ્યા ગુડ ન્યૂઝ, આદિપુરુષનું ફાઇનલ ટ્રેલર લોન્ચ

Dinesh

Last Updated: 07:32 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે, ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.

Disaster is coming to Gujarat! A signal number 2 was put up on the beach, instructing fishermen to take out their boats as...

ખેતીવાડી જમીનમાં હોજમાંથી પાણી ઉદ્ધહન કરી સુક્ષ્મ સંચાઈ પદ્ધતિથી ખેતી માટે ઉપયોગમાં પાણી લેવા બાબતે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હોજમાંથી પાણીને ખેતી સુધી પહોંચાડવા હેતુ માટે મહત્તમ 05 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ આપશે.ઉર્જા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર તા.30-03-2017ના પત્ર મુજબ જે ખેડૂત કૃષિ વીજ જોડાણ ધરાવતો ન હોય પરંતુ અન્ય કોઈ પણ સ્ત્રોત દ્વારા પોતાની જમીનમાં હોજ પાણી ભરે તો તેને સિંચાઈ હેતું ઉપયોગ કરી શકે અને પોતાની પાકની પિયતની જરૂરિયાત પૂરી કરી શકે તે હેતુથી આવા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ 05 હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટે ધારાધોરણો/ શરતો નિયમ કરવામાં આવે છે

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા ર૦ માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે.  રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો ર૦ મો તબક્કો આગામી ૧ર થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાવાનો છે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

20th phase of school entrance festival to be held from June 12 to 14, CM Bhupendra Patel held a high-level meeting,...

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય પર કોંગ્રેસના નેતાઓનો કાફલો પહોંચ્યો હતો જેમાં અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતા CMને મળવા માટે પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઇને રજૂઆત કરી હતી.જે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે જેના કેટલાક કિસ્સાઓ કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં સામે આવ્યા છે. સુરતના ઓલપાડના પોલીસ હેડ કોન્સેટબલને પૂછપરછ માટે દિલ્હીની પોલીસ ઓગસ્ટ 2022માં લઈ જાય અને તે વાતને આઠ મહિનાથી વધુ સમય થયો હોય તેમ છતા તેની ભાળ ન મળતી હોય તેમની પત્ની ન્યાય માટે ગુહાર માંગીને થાક્યા હોય ત્યારે તેમણે કોંગ્રેસના જનમંચ પર આ વાત રજૂ કરી હતી જે વાત અમે મુખ્યમંત્રી પાસે લઈ આવ્યા છીએ. 

પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બે મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે, જેમાંથી એક છે કે અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કોણ આવશે, જ્યારે બીજી ચર્ચા એ છે કે ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનરના નેતૃત્વમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ તેમની જગ્યાએ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જ્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ગૃહ વિભાગ સત્તાવાર નામ જાહેર ના કરે ત્યાં સુધી પ્રેમવીરસિંહ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને પોલીસ દરેક પાસાંઓ પર માઇક્રોલેવલે કામ કરી રહી છે. 20 જૂને અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રા શહેરમાં નીકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેને જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ લોખંડી સુરક્ષા ગોઠવી દેતી હોય છે. રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સ‌િહતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે. 

 Ahmedabad police gear up for the country's second largest Rath Yatra

ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબી પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગની ભરતીને લઈને કરવામાં આવેલી RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટના અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાએ ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ અંગે બિલ્ડર વિજયસિંહ ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારી ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગમાં  બે વ્યક્તિની જૂનિયર આસિસટન્ટ તરીકે નિમણૂક થયેલ છે. આ માટે મેં મોરબીની ડિવિઝન કચેરીમાં RTI કરીને માહિતી માંગી હતી. 

Another recruitment scam! Allegation of illegal recruitment of water supply board in Morbi

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.  

Jamnagar's senior cardiologist Dr. Gaurav Gandhi died of a heart attack

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. હવે વાહનચાલકોએ અદાણી ગેસના CNG માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અગાઉ અમદાવાદામાં CNGનો ભાવ 74.29 રૂપિયા હતો. મહત્વનું છે કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો.

Adani's CNG prices have been hiked once again today

એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે ખેડૂતોના હાથમાં બાજી સોંપી છે. કઠોળ (દાળ) પકવતા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા અને ખાદ્ય વિતરણ મંત્રાલયે 2023-24ના વર્ષ માટે  પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેર, અડદ અને મસૂરની દાળની ખરીદી પરની 40 ટકાની મર્યાદા દૂર કરી છે. આ મર્યાદા દૂર થઈ હોવાથી હવે ખેડૂતો ઈચ્છે તેટલું કઠોળ સરકારને વેચીને સારા ભાવ મેળવી શકશે. સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ દાળોનું વાવેતર વધશે. કેમ અત્યાર સુધી તો ખેડૂતો તેમની ઉપજના ફક્ત 40 ટકા જ સરકારને વેચી શકતા હતા પરંતુ હવે તેઓ 40 ટકાથી વધારે દાળ વેચી શકશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ દિશામાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા સૂચનાઓ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે કઠોળના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, 2023-24 ની સીઝન માટે ભાવ સપોર્ટ સિસ્ટમ હેઠળ તુવેર, અડદ અને મગની ખરીદીની મર્યાદા દૂર કરાઈ છે. તેનાથી ખેડૂતોને વિશ્વાસ થશે કે તેમના ઉત્પાદનની ખરીદી એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કોઈ પણ મર્યાદા વિના કરવામાં આવશે.

ઓડિશા રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોનું મૃત્યુ નોંધાયું છે ત્યારે આ દુર્ઘટના પાછળનું આખરે કારણ શું હતું તે જાણવું જનતા માટે અત્યંત જરૂરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન સેટ હતી અને સિગ્નલ ગ્રીન થવાને કારણે ટ્રેન આગળ વધી હતી. માહિતી અનુસાર આ રિપોર્ટ PM મોદીને સોંપવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર કોરોમંડલ એક્સપ્રેસને સીધું જવાનું હતું પરંતુ ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન પર સેટ હોવાને લીધે ટ્રેને આગળ વધી ગઈ હતી.સિગ્નલ ગ્રીન થવા છતાં પણ જો ઈંટરલોકિંગ સિસ્ટમ સિગ્નલને અનુરૂપ નથી એટલે કે બીજી દિશામાં છે તો તેનો અર્થ થાય છે કે ઈંટરલોકિંગ સિસ્ટમ તૂટી ગયું છે. રેલ્વેનું માનવું છે કે તેમનો જે સિગ્નલિંગ સિસ્ટમ છે તેમાં આ ભૂલ શક્ય નથી. પહેલા ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી કે સિગ્નલ અલગ હોય અને તેનું ઈન્ટરલોકિંગ અલગ હોય. આ સિસ્ટમ ઘણી મજબૂત હોય છે. આ દુર્ઘટના બાદ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈંટરલોકિંગ અને પ્વાઈંટ મશીનમાં કરવામાં આવેલા બદલાવને કારણે થયું છે.

How coromendal train interlocking system failed? what is the reason behind it

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેકનો મામલો સામે આવ્યો છે. અખિલ ભારતીય સંસ્થા (AIIMS) તરફથી જ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારે બપોરે 3 વાગ્યે નવી દિલ્હીની AIIMS ખાતે સાયબર સિક્યુરિટી સિસ્ટમ દ્વારા માલવેર એટેકની જાણ કરવામાં આવી હતી. જો કે સાયબર હુમલાના આ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.આ પહેલીવાર નથી જ્યારે હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર સાઈબર એટેક કર્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ગયા વર્ષે રેન્સમવેર એટેક નામની હોસ્પિટલ પર સાયબર એટેક થયો હતો. જેના કારણે દર્દીઓને ઘણા દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સર્વર ખોરવાયા ગયા હતા ત્યારે આજે ફરી એકવખત હુમલો કરવામાં આવ્યો છે.  ગયા વર્ષે થયેલા સાયબર હુમલાને કારણે હોસ્પિટલની રોજીંદી કામગીરી જેવી કે એપોઇન્ટમેન્ટ, દર્દીઓની નોંધણી, ડિસ્ચાર્જ સ્લિપ અંગેની માહિતી વગેરેને ભારે અસર થઇ છે. જો કે, તે થોડા સમય પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે, પરંતુ તે પહેલા લંડનથી આવેલા સમાચાર ભારતીય ફેન્સને પરેશાન કરી શકે છે. આ મેચના એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતને મંગળવારે ઓવલ મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને નેટ્સ સેશન છોડવું પડ્યું હતું. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, ઈજા કેટલી ગંભીર છે અને તે બુધવારે રમાનારી મેચમાં જશે કે નહીં.7 જુનથી શરુ થઈ રહેલી ફાઈનલના એક દિવસ અગાઉ મંગળવારે ટીમ ઈન્ડિયાનું ઓપ્શન પ્રેક્ટિસ સેશન યોજાયું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન જ્યારે કેપ્ટન રોહિત શર્મા નેટ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ તેના ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો હતો. બોલને કારણે રોહિત શર્માને ટીમના ફિઝિયોની મદદ લેવી પડી હતી.

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 16 જૂને મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું એક્શન ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. તિરુપતિમાં આયોજિત મેગા ઈવેન્ટમાં ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું એક્શન ટ્રેલર 2 મિનિટ 27 સેકન્ડનું છે. આ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં લોકોને ભગવાન રામની લાગણી જોવા મળી હતી. તો સાથે સાથે આ એક્શન ટ્રેલરમાં લોકોને ભગવાન રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જોવા મળ્યું. આદિપુરુષનું દમદાર ટ્રેલર ભગવાન રામની વાર્તા કહી રહ્યું છે. એક્શન ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાવણ માતા સીતાનું છેતરપિંડી કરીને અપહરણ કરે છે. જ્યારે શ્રીરામને આ સમાચાર મળે છે, ત્યારે તે રાવણને કહે છે કે 'હું ન્યાયના બે પગથી અન્યાયના દસ માથા કચડવા આવું છું. હું મારી જાનકીને લેવા આવું છું. હું અધર્મનો અંત લાવવા આવું છું.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

samachar supar fast news supar fast news ગુજરાતી ન્યૂઝ સમાચાર સુપર ફાસ્ટ ન્યૂઝ સુપર ફાસ્ટ ન્યૂઝ samachar supar fast news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ