બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy is moving westward assuming a severe form in Arabian Sea
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે ફરી ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ વાવાઝોડુ સતત પોતાની દિશા બદલી રહ્યું છે. અત્યાર સુધી ઓમાન તરફ ફંટાશે અને ગુજરાત સહિત દેશભરમાં કોઇ અસર નહીં થાય તેવી ચર્ચા થતી હતી. જોકે, હવે ફરી થોડી ગુજરાત તરફ વાવાઝોડાની દિશા બદલાતા હવે ગુજરાતમાં ચિંતા વધી છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT

પોરબંદરથી 530 કિમી દૂર છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 590 કિમી અને નલિયાથી 670 કિમી દૂર છે.
ADVERTISEMENT
દરિયાકિનારે જવા પર પ્રતિબંધ
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગીર સોમનાથમાં એલર્ટ જાહેર
બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેરાવળની ચોપાટી પર પણ લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ADVERTISEMENT
SDRFની ટીમ કચ્છ મોકલાઈ
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટથી SDRFની ટીમ કચ્છ મોકલાઈ છે. જખૌ બંદર પર SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. SDRFના કુલ 19 જવાન જખૌ બંદર પર તૈનાત કરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.