બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / csk reminded ms dhonis retirement is this his last ipl

સ્પોર્ટ્સ / મે પલ દો પલ કા શાયર હું...: CSKએ યાદ અપાવી MS ધોનીની નિવૃત્તિ, શું આ છેલ્લી IPL તો નથી ને?

Bijal Vyas

Last Updated: 06:00 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 માર્ચથી IPL 2023ની શરુઆત થવા જઇ રહી છે. ખાસ વાત તો એ છે કે આ સિઝનનો પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે રમાશે

  • 31 માર્ચથી IPL 2023ની શરુઆત
  • પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે રમાશે
  • સુરેશ રૈનાએ ધોનીની આઇપીએલથી રિટાયરમેન્ટ પર ખુલાસો કર્યો

ધોનીના ચાહકો માટે બેસબ્રીથી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં પોતાના સુપરસ્ટારને રમતા જોવા માટે રાહ જોઇ રહ્યા છે. જો કે આતુરતાનો અંત આવ્યો છે કારણ કે 31 માર્ચથી IPL 2023ની શરુઆત થવા જઇ રહી છે. ખાસ વાત તો એ છે કે આ સિઝનનો પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે રમાશે. હવે આ સિઝનમાં ધોની આઇપીએલમાં છેલ્લી વખત રમતો જોવા મળશે કે નહીં, તે તો ધોની સિવાય કોઇ જાણતુ નથી. પરંતુ  CSK એ IPL 2023 થી પહેલા પોતાના ટ્વિટર પર ધોનીનો ફોટો શેર કરી તેની ગમતી લાઇન લખી છે, મેં પલ દો પલ કા શાયર હું...પલ દો પલ મેરી કહાની હે...

ઉલ્લેખનીય છે કે, ધોનીએ વર્ષ 2020માં 15 ઓગષ્ટના દિવસે આંતરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી, અને પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો તેમાં પલ દો પલ કા શાયર હું...આ ગીતનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી ધોની ફક્ત આઉપીએલમાં જ રમતા જોવા મળ્યો હતો. તેવામાં ચેન્નઇ સુપર કિંગ્સે એક વાર ફરી આ જાણીતા ગીતની લાઇનનો ઉપયોગ કરતા ધોનીની રિટાયરમેન્ટની યાદ અપાવી દીધી છે. તેનાથી પહેલા ચેન્નઇ સુપર કિંગ્સના જ પૂર્વ સ્ટાર બેટ્સબેન સુરેશ રૈનાએ ધોનીની આઇપીએલથી રિટાયરમેન્ટ પર ખુલાસો કર્યો હતો. 

ધોનીના સંન્યાસને લઇ સુરેશ રૈનાનુ માનવુ છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન આવતા વર્ષે ટૂર્નામેન્ટમાં રમી શકે છે. રૈનાએ એલએલસી માસ્ટર્સમાં કહ્યું, "કાશ તે પણ આવું જ કરે, પરંતુ હવે જોવું પડશે કે તેની પ્રાથમિકતાઓ શું છે. તે આવતા વર્ષે પણ IPL રમી શકે છે, તમે જાણતા નથી."

વધુમાં કહ્યું, 'તે સારી બેટિંગ કરી રહ્યો છે અને ફિટ પણ દેખાઈ રહ્યો છે, તે આ વર્ષે તેનું પ્રદર્શન કેવું છે તેના પર નિર્ભર કરે છે. તે થોડું ચેલેન્જિગ બની શકે છે કારણ કે તે અને અંબાતી રાયડુ એક વર્ષથી ટૂર્નામેન્ટ રમ્યા નથી. મને લાગે છે કે ટીમ ઘણી મજબૂત છે, ઘણા યુવા ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ રહ્યા છે. (રુતુરાજ) ગાયકવાડ, ડેવોન કોનવે, જડ્ડુ (રવીન્દ્ર જાડેજા), (બેન) સ્ટોક્સ, દીપક ચહર... જોઈએ કે તેઓ કેવુ રમે છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા ક્રિકેટરો એમ કહેતા જોવા મળે છે કે ધોની સામાન્ય રીતે ફોન પર ઉપલબ્ધ હોતો નથી, પરંતુ રૈનાએ કહ્યું કે તેઓ સંપર્કમાં રહે છે અને હસતાં હસતાં પણ રૈનાએ કહ્યું કે તે સખત પ્રેક્ટિસ કરે છે. (હા, તે ખરેખર સખત પ્રેક્ટિસ કરે છે). તમે તેના વીડિયો જોયા જ હશે (CSK સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર). જે રીતે તે મોટા શોટ (નેટમાં) રમી રહ્યો છે. મને આશા છે કે તે સારો દેખાવ કરશે અને ચેન્નાઈને જીત અપાવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL dhoni આઇપીએલ ધોની સુરેશ રૈના sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ