બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 11:29 PM, 23 November 2021
ADVERTISEMENT
શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સી પર બિલ લાવશે. આ બિલનું નામ 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' છે. આ બિલમાં દેશમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે તેમાં જો કોઈ આ બિલ સંસદમાં પસાર થઇ જાય છે તો બિટકૉઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. જોકે આ માંગ પણ કરવામાં આવી છે કે, આંતરિક ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી શકે છે.
એક સત્તાવાર દસ્તાવેજોથી મળેલી માહિતી અનુસાર, 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021'માં ભારત રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર ડિજિટલ કરન્સીના ક્રિએશન માટે એક ફ્રેમવર્ક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ, કૃષિ કાયદાઓને પરત લેવાના બિલને પણ સરકાર સંસદમાં રજૂ કરશે. આપને જણાવી દઈએ કે, 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રમાં 3 કૃષિ કાયદા પરત લેવા મામલે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.