બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ત્રણ પેટ્રોલ પંપના માલિકે બે દિકરીઓ સાથે જીવન ટુંકાવ્યું, નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

મોટા સમાચાર / ત્રણ પેટ્રોલ પંપના માલિકે બે દિકરીઓ સાથે જીવન ટુંકાવ્યું, નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

Last Updated: 01:08 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ પેટ્રોલ પંપની માલિકી ધરાવતા ધીરજ રબારીએ પોતાની બે નાની દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રણ પેટ્રોલ પંપની માલિકી ધરાવતા ધીરજ રબારીએ પોતાની બે નાની દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે

માહિતી અનુસાર, ધીરજ રબારી ગઈકાલે પોતાના આધાર કાર્ડ કાઢાવવાનું કહી કાર લઈને ઘરેેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી ઘરે ન ફરતાં પરિવારજનોને શંકા આવી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના આધારે સાંતેજ પોલીસે શોધખોળ શરૂ કરી.

સવારે કેનાલમાં શોધ દરમિયાન બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા, જેના પછી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. ધીરજ રબારીનો પત્તો હજુ સુધી લાગ્યો નથી અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ધીરજ રબારી પાસે કલોલના વડસર અને અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ છે.

આ પણ વાંચોઃ 'જેમ શિક્ષણમાં અનામત લીધી, તેમ ચૂંટણીમાં...', જુઓ શું બોલ્યા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા?

આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, પોલીસે જણાવ્યું છે કે પરિવાર અને વ્યવસાય સંબંધિત દબાણની દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalol incident Narmada Canal Self killing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ