બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Cricketers have become arrogant because of money, they think they know everything; Kapil Dev

IND vs WI / 'અમુક ક્રિકેટર પૈસાના કારણે ઘમંડી બની ગયા છે એમને એમ છે કે..' મેચ હાર્યા બાદ કપિલ દેવે લગાવી ખેલાડીઓની ક્લાસ

Megha

Last Updated: 03:51 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ દેવે મોટું નિવેદન આપતા કહ્યું, ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે તેઓ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે તે બધું જ જાણે છે.

  • ભારતીય ક્રિકેટ ટીમને લઈને કપિલ દેવે મોટું નિવેદન આપ્યું 
  • પહેલા ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા
  • પછી બોલ્યા ક્રિકેટરોને આવું લાગે છે કે તેઓ બધું જ જાણે છે

ભારતીય ક્રિકેટ ટીમને લઈને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે મોટું નિવેદન આપ્યું છે. એમને ભારતીય ખેલાડીઓની ક્લાસ લગાવી છે. જો કે કપિલ દેવે પહેલા ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા પણ આ પછી જ એવું પણ કહ્યું કે ખેલાડીઓ પોતાને સર્વજ્ઞ માને છે. તેઓ કોઈની સલાહ લેવી જ નથી. 

ભારતીય ખેલાડીઓ ઘણા આત્મવિશ્વાસી બની ગયા છે 
વાત એમ છે કે કપિલ દેવે એક વાતચિત દરમિયાન કહ્યું કે, 'દરેક વ્યક્તિમાં મતભેદ હોય છે પણ આ ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે તેઓ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે તે બધું જ જાણે છે.' આગળ એમને કહ્યું કે 'મને ખબર નથી કે તેને કઈ રીતે સારું બનાવવું જોઈએ પણ તેઓ ખૂબ આત્મવિશ્વાસુ બની ગયા છે પણ તેમને એવું લાગે છે કે તમારે કોઈની પાસેથી કંઈપણ પૂછવાની જરૂર નથી. જ્યારે હું માનું છું કે અનુભવી વ્યક્તિ હંમેશા તમને મદદ કરી શકે છે.'

ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે
પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે પૈસા સાથે ઘમંડ આવે છે. તેણે એ પણ કબૂલ્યું છે કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમનો ઘમંડ તેમને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની સલાહ લેવાથી પણ રોકે છે. કપિલ દેવે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે તેની સાથે અહંકાર પણ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. આ પણ મોટો તફાવત છે.

સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરતાં?
આગળ એમને કહ્યું કે 'હું કહેવા માંગુ છું કે અહીં એવા ઘણા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. જ્યારે સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? એવો કોઈ અહંકાર નથી. તેઓ વિચારે છે કે અમે ખૂબ સારા છીએ અને તે સારો હોઈ શકે છે, પરંતુ 50 સિઝન સુધી ક્રિકેટ જોનાર વ્યક્તિ પાસેથી પણ મદદ લેવી જોઈએ. તે વસ્તુઓ જાણે છે. ક્યારેક કોઈની વાત સાંભળવાથી પણ તમારા વિચારો બદલાઈ શકે છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવીને ન માત્ર સીરીઝ બરાબરી કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો પણ સમાપ્ત કર્યો હતો. ODI ફોર્મેટમાં છેલ્લા 5 વર્ષમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની આ પ્રથમ જીત છે, આ સિવાય છેલ્લા 10 ODIમાં પ્રથમ વખત તેમને ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશનની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, વેસ્ટ ઈન્ડિઝ ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. હવે 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. 

જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બીજી વનડેમાં રમ્યા ન હતા. હાર્દિક પંડ્યાએ કમાન સંભાળી હતી. રોહિત અને કોહલીએ સતત ક્રિકેટ અને નવી વ્યૂહરચના હેઠળ આરામ લીધો હતો. તે ત્રીજી મેચમાં રમતા જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ