બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket World Cup schedule was announced Which has been changed by ICC

World cup 2023 / વર્લ્ડ કપનો શિડ્યુલ બદલાયો.! ભારત અને પાકિસ્તાનની મેચ પર પડશે અસર, જાણો શાં કારણે થયું આવું?

Kishor

Last Updated: 06:05 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડકપનું ગત મહિને શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આઈસીસી દ્વારા વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફાર કરી શેડ્યુલને અપડેટ કરવામાં આવ્યું છે.

  • વર્લ્ડકપના શેડ્યુલમાં ફેરફાર
  • આઈસીસી દ્વારા વર્લ્ડ કપના શેડ્યુલને કરાયું અપડેટ 
  • ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થશે

ક્રિકેટના પર્વ સમાન વર્લ્ડકપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો થનગનાટ છે. આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બર માસમાં ઓડીઆઇ વર્લ્ડ કપ યોજાશે. જેનું ગત મહિને શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આઈસીસી દ્વારા વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફાર કરી શેડ્યુલને અપડેટ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થશે. મહત્વનું છે કે વર્લ્ડ કપ માટે ભારત ઉપરાંત આઠ ટીમો સીધી ક્વોલિફાઇડ થઈ હતી. ત્યારબાદ શ્રીલંકા અને નેધરલેન્ડના વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપમાં સમાવેશ થયો છે. જેમાં ઝિમ્બાબેમાં આયોજિત આ મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ હવે વર્લ્ડ કપનું શેડ્યુલ અપડેટ કરાયું છે.

11 નવેમ્બર ડચ ટીમ ભારત સામે રમશે

જે લિસ્ટ પ્રમાણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શ્રીલંકા હવે 7 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે વનડે વર્લ્ડ કપમાં ઝંપલાવશે. જ્યારે શ્રીલંકા છેલ્લી ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ સામે 7 નવેમ્બરે રમશે વર્લ્ડ કપની  ક્વોલિફાયર રનર્સ અપ ટીમ નેધરલેન્ડ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે. જ્યારે સ્કોટ એડવડર્સની આગેવાની હેઠળ 11 નવેમ્બર ડચ ટીમ ભારત સામે રમશે. ડચ તેની છેલ્લી ગ્રુપ મેચ બેંગ્લોરમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે રમાશે. ત્યારે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો ખેલાશે જ્યારે ઓસ્ટ્રેલિયાનો બાંગ્લાદેશ સામે મુકાબલો ખેલાશે.

15 નવેમ્બરે મુંબઈમાં પ્રથમ સેમિફાઇનલ

તો ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલની વાત કરવામાં આવે તો 15 નવેમ્બરે મુંબઈમાં પ્રથમ સેમિફાઇનલ યોજાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે યોજાશે. જ્યારે બને સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જે વર્લ્ડ કપની ફાઇનલ 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદ ખાતે રમાશે અને ત્રણેય મેચો બપોરે 2:00 વાગ્યાથી રમાશે. આમ વર્લ્ડ કપની તમામ મેચો હૈદરાબાદ, ધર્મશાલા, અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગ્લોર, કોલકત્તા સહિતના 10 સ્થળોએ રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ