બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ ક્રિકેટરના નેતૃત્વમાં ભારતે વગાડ્યો ડંકો, બન્યો આ કારનામું કરનાર વિશ્વનો બીજો ખેલાડી
Last Updated: 09:05 AM, 7 July 2025
ક્યારેય કલ્પના કરી હતી કે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને ભારતીય ટીમ 336 રનથી હરાવી દેશે? બર્મિંગહામના મેદાન પર જયારે ઇંગ્લેન્ડ સામે ભારત મેદાનમાં ઉતર્યું ત્યારે દરેકને આશા હતી કે ભારત કંઈક શાનદાર કરશે, પણ જે થયું તે ઇતિહાસમાં પહેલી વાર હતું! મોટા પ્રખ્યાત ક્રિકેટરો પણ જે ન કરી શક્યા, તે કામ આ શાનદાન ક્રિકેટરે કરી બતાવ્યું.
ADVERTISEMENT

આ ક્રિકેટરનું નામ છે શુભમન ગિલ સમ્રગ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ બર્મિંગહામમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને વિદેશી ધરતી પર પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ જીત ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં ગણવામાં આવશે. ભારતે 1932માં ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમી હતી, પરંતુ અત્યાર સુધી વિદેશમાં રનના આધાર પર આવો મોટો વિજય ક્યારેય નહોતો મળ્યો. વિદેશી ધરતી પર રનના આધારે ભારતની આ સૌથી મોટી જીત છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અગાઉનો રેકોર્ડ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે નોર્થ સાઉન્ડમાં મળેલી 318 રનની જીતનો હતો. તે પછી 2017માં શ્રીલંકા સામે ગાલેમાં 304 રનની અને 2024માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં 295 રનની જીત રહી છે. સૌથી જૂનો રેકોર્ડ 1986માં ઈંગ્લેન્ડ સામે લીડ્સ ખાતે 279 રનની જીતનો છે. બર્મિંગહામના મેદાન પર ભારતે 58 વર્ષમાં પહેલીવાર ટેસ્ટ જીત મેળવી છે. ઈંગ્લેન્ડ સામે 608 રનના લક્ષ્યાંક સામે બીજી ઇનિંગમાં માત્ર 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આકાશ દીપે બીજા ઇનિંગમાં 6 વિકેટ અને સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ લઈ મેચનો રોખ બદલી નાખ્યો.

ADVERTISEMENT
આ જીતમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર રમત દર્શાવી. તેણે પહેલી ઇનિંગમાં 269 અને બીજી ઇનિંગમાં 161 રન ફટકારી કુલ 430 રન નોંધાવ્યા અને મેન ઓફ ધ મેચ જાહેર થયો. શ્રેણી હવે 1-1થી બરાબર થઈ છે અને હવે ત્રીજી અને નિણાયક ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાશે.
ADVERTISEMENT

ભારતની ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં વિદેશી ધરતી પર સૌથી મોટી જીતનો ઇતિહાસ હવે બર્મિંગહામની જમીન પર થયો છે. 2025માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતે 336 રનની ભવ્ય જીત નોંધાવી છે, જે રનની દ્રષ્ટિએ વિદેશમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલાં 2019માં નોર્થ સાઉન્ડ ખાતે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 318 રનની જીત મેળવી હતી. 2017માં ગાલેમાં શ્રીલંકાને 304 રનથી હરાવવાનું ત્રીજું સ્થાન ધરાવે છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે 2024માં મળેલી 295 રનની જીત અને 1986માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે મળી 279 રનની જીત પણ યાદગાર રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : IND vs ENG: શુભમન ગિલે તો ડંકો વગાડ્યો, જાણો ભારતની જીત પાછળના 5 મોટા ફેક્ટર્સ
ભારતે અત્યારસુધીના પોતાના વિદેશી પ્રવાસમાં અનેક યાદગાર જીત મેળવી છે, પરંતુ બર્મિંગહામમાં મળેલી આ 336 રનની જીતે એક નવો ઇતિહાસ રચ્યો છે. શુભમન ગિલના ચમકતા ફોર્મ અને આકાશ દીપની જાદૂઈ બોલિંગે બર્મિંગહામના મેદાન પર ભારત માટે એક નવી ઓર તૈયાર કરી છે – જ્યાં અત્યાર સુધી માત્ર ઇતિહાસ લખાતો હતો, હવે ઇતિહાસ બનાવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.