બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અમદાવાદ / Cracks occurred in the Rakshashakti Circle Bridge of Gandhinagar

ગાંધીનગર / હજુ તો માંડ 3 દિવસ થયા ત્યાં તો રક્ષાશક્તિ સર્કલ બ્રિજમાં તિરાડો શરૂ, કહ્યું 'કોઈ તિરાડ નથી'

Kishor

Last Updated: 05:10 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજમાં તિરાડો જોવા મળતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

  • ગાંધીનગરમાં રક્ષાશક્તિ સર્કલ બ્રિજમાં તીરાડો દેખાઈ
  • થોડા દિવસ પહેલા જ બ્રિજનુ ઓપનિંગ કરાયુ હતુ
  • સર્કલ પાસે બનેલા બ્રીજ ની નીચે દેખાઈ તીરાડ

સૌપ્રથમ વડોદરાના અટલ બ્રિજ બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે ગાંધીનગરમાં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજમાં તિરાડો જોવા મળતા કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે. નોંધનીય છે કે 52 કરોડના ખર્ચે ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ત્રણ દિવસ અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં હાલ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જોવા મળતા ભ્રષ્ટાચારની અને ગેરરીતિની ગંધ આવી રહી છે. જોકે આ મામલે તંત્ર મૌન સેવીને બેઠું છે.

અધિકારીઓમા સોંપો પડી ગયો

ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ બ્રિજને 3 દિવસ પહેલા જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જોકે તમામ નીતિ નિયમના પાલન સાથે ટેસ્ટિંગ કરીને બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાના દાવા વચ્ચે બ્રિજના લોકાર્પણ થયાના 3 દિવસમાં જ તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. જેને લઈને સબંધિત અધિકારીઓમા સોંપો પડી ગયો હતો. બીજી બાજુ બ્રિજના ઉપરના માર્ગ પર પણ ડામરના થિગળા મારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો છે. બ્રિજમા નીચેના ભાગે મસમોટી તિરાડ હોવા છતાં આ મામલે માર્ગ અને મકાન વિભાગે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને બ્રિજમાં કોઈ તિરાડ પડી નથી એક્સપાન્શન જોઈન્ટના કારણે બ્રિજમાં તિરાડો દેખાઈ રહી હોવાના ટેક્નિકલ જવાબની કેસેટ વગાડી દીધી હતી.

3 દિવસમાં તિરાડ કેવી રીતે પડે?
કઠણાઈ તો એ છે કે કરોડો રૂપિયા ખર્ચી નાખવા છતાં પણ માત્ર ત્રણ દિવસમાં જ તિરાડો પડતા પ્રજાના પૈસાનો દુર્વ્યય થતો હોવા જેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ સંબંધીત વિભાગ પણ કસુરવારો સામે પગલાં લેવામાં શંકાસ્પદ ભૂમિકા નિભાવતો હોવા જેવી સ્થિતિ સર્જાઇ છે. શુ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?, 3 દિવસમાં તિરાડ કેવી રીતે પડે?ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી? કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જેવી કામગીરી થશે? તે સહિતના સવાલો લોકોના મનમાં સતાવી રહ્યા છે. મહત્વનું છે કે વડોદરા ૨૩૦ કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનિષા ચોક્ડી સુધીનો સૈાથી લાંબો ફલાઇ ઓવર બ્રિજ બનાવ્યો છે. જેને પણ ખુલ્લો મુક્યાના ચાર મહિનામાં જ તિરાડ પડવી શરૃ થતા બ્રિજ ચર્ચામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ