બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil said this election will be record breaking in gujarat

સ્નેહમિલન કાર્યક્રમ / નવા વર્ષની શુભેચ્છા પાઠવતા CR પાટીલનું મોટું નિવેદન, આ વખતની ચૂંટણી રહેશે રેકોર્ડબ્રેક

Dhruv

Last Updated: 11:48 AM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નૂતન વર્ષ નિમિત્તે સુરતમાં CR પાટીલના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ દરમ્યાન CR પાટીલે ચૂંટણીલક્ષી નિવેદન આપતા કહ્યું કે, 'આ વખતની ચૂંટણી પણ રેકોર્ડબ્રેક રહેશે.'

  • સુરતમાં CR પાટીલના નિવાસસ્થાને યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ
  • આ વખતની ચૂંટણી પણ રેકોર્ડબ્રેક રહેશે: CR પાટીલ
  • અમિત શાહના નિવાસસ્થાને પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

આજે નૂતન વર્ષ નિમિત્તે સુરતમાં CR પાટીલના નિવાસસ્થાને મહત્વનું સ્નેહ મિલન યોજાયું. જેમાં ભાજપ નેતા, કાર્યકરો અને સ્થાનિકોની શુભેચ્છા મુલાકાત યોજાઇ હતી. CR પાટીલે લોકોને મળી આજે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તદુપરાંત નાગરિકોને પણ સી.આર પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ભાજપના કાર્યકર્તાઓએ લોકોના દિલમાં સ્થાન બનાવ્યું: CR પાટીલ

આ દરમ્યાન CR પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'ભાજપના કાર્યકર્તાઓએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું છે. ચૂંટણી 2022 આવી રહી છે. મોદી સાહેબે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આ વખતની ચૂંટણી પણ રેકોર્ડબ્રેક રહેશે.'

અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે બેઠક કરશે

બીજી બાજુ આજે નૂતન વર્ષ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટર અને કાર્યકરોએ તેમના નિવાસસ્થાને જઇને અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે પણ શુભેચ્છકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. શુભેચ્છા મુલાકાત બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે બેઠક કરશે. ભાજપ સંગઠનના આગેવાનો સાથે અમિત શાહ આજે બેઠક કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ