બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / cpl 2023 sunil narine becomes first ever cricketer to leave field due to red card

ઐતિહાસિક / પ્રથમવાર ક્રિકેટના મેદાન પર એકસાથે 10 ખેલાડીઓએ ધૂમ મચાવી, ફૂટબોલનો આ નિયમ બન્યો સૌથી મોટું કારણ

Manisha Jogi

Last Updated: 01:50 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂટબોલની મેચ દરમિયાન પ્લેયર્સને તેમના ખરાબ વ્યવહાર માટે 2 પ્રકારના કાર્ડનો સામનો કરવો પડે છે. જેમાં રેડ કાર્ડ અને યલો કાર્ડ શામેલ છે.

  • ક્રિકેટના મેદાન પર ફૂટબોલની જેમ એક નિયમ લાગુ કરાયો
  • ક્રિકેટમાં પહેલી વાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો
  • સૌથી પહેલા સુનિલ નારાયણે આ કાર્ડનો સામનો કરવો પડ્યો

ક્રિકેટના મેદાન પર ફૂટબોલની જેમ એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ફૂટબોલની મેચ દરમિયાન પ્લેયર્સને તેમના ખરાબ વ્યવહાર માટે 2 પ્રકારના કાર્ડનો સામનો કરવો પડે છે. જેમાં રેડ કાર્ડ અને યલો કાર્ડ શામેલ છે. તે પ્રકારે ક્રિકેટમાં પણ પહેલી વાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં સૌથી પહેલા સુનિલ નારાયણે આ કાર્ડનો સામનો કરવો પડ્યો. 

કેરેબિયન પ્રીમિયર લીગની હાલની સીઝનમાં રેડ કાર્ડના નિયમને લાગુ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ઓલરાઉન્ડર ખેલાડી કાયરન પોલાર્ડની કેપ્ટનશીપમાં રમી રહેલ ટ્રિબેંગો નાઈટ રાઈડર્સે સેંટ કિટ્સ એન્ડ નેવિસ પ્રિટોરિયસ સામે યોગ્ય સમયમાં 20 ઓવર માટે બોલિંગ કરી નહોતી. ત્યારપછી 19 ઓવરની મેચ પૂરી થતા રેડ કાર્ડનો સામનો કરવો પડ્યો. ટ્રિબેંગો ટીમના કેપ્ટન પોલાર્ડે સુનિલ નારાયણને મેદાનની બહાર જવાનો ઈશારો કર્યો હતો. 

ટ્રિબેંગોની ટીમે છેલ્લી ઓવરમાં 10 ખેલાડીઓના મેદાન પર રમવું પડ્યું. CPLની આ સીઝનમાં કોઈ ટીમ નક્કી કરેલ સમયમાં 20 ઓવર પૂર્ણ ના કરી શકે તો રેડ કાર્ડનો સામનો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા અન્ય લીગ્સમાં નક્કી કરેલ સમયમાં ઓવર પૂરી ના થાય તો ટીમે 30 ગજની સીમામાં વધારાનો એક પ્લેયર રાખવો પડે છે. 

ટ્રિબેંગોની ટીમે 6 વિકેટથી જીતી મેચ
ટ્રિબેંગો નાઈટ રાઈડર્સની ટીમે સેંટ કિટ્સ એન્ડ નેવિસ પ્રિટોરિયસની ટીમને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. 179 રન પૂરા કરીને ટ્રિબેંગોની ટીમે 17.1 ઓવરમાં આ લક્ષ્યાંક મેળવી લીધો છે. ટીમ તરફથી નિકોલસ પૂરને માત્ર 32 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આંદ્રે રસલે 23 અને કેપ્ટન પોલાર્ડે 37 રનની ઈનિંગ રમી હતી. ટ્રિબેંગોની ટીમ પોઈન્ટ ટેબલમાં 3 અંક સાથે ચોથા સ્થાન પર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ