બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Covid vaccine for kids above 12 likely to be available by July

મહામારી / મોટી ખુશખબર, આવી ગઈ બાળકો માટેની કોરોના વેક્સિન, જાણો ક્યારથી મળતી થશે

Hiralal

Last Updated: 05:54 PM, 27 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષના લોકો માટે કોરોનાની વેક્સિન બનાવી છે જે 1 જુલાઈથી મળવાનું શરુ થઈ શકે છે.

  • કોરોનાની ત્રીજી લહેર હવે બાળકોનું કંઈ નહીં બગાડી શકે
  • ઝાયડસ કેડિલાની બાળકો માટેની કોરોના વેક્સિન જુલાઈમાં મળી શકે છે
  • કંપનીએ ટ્રાયલ પૂર્ણ કરી 

કોવિડ વર્કિગ ગ્રુપના ચેરમેન ડોક્ટર એન.કે.અરોરાએ જણાવ્યું કે ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનની ટ્રાયલ લગભગ પુરી થઈ ચુકી છે. હવે જે જુલાઈના અંતમાં કે ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના યુવાનોને આપવામાં આવી શકે. 

કંપની મંજૂરી માટે અરજી કરશે
ઝાયડસ કેડિલા આગામી 7 થી 10 દિવસની અંદર કોરોના વેક્સિન ZyCoV-D ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી શકે છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રણ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે ખતરો રહેલો છે તેથી જો 12-18 વર્ષના બાળકો માટેની ઝાયડસની વેક્સિન મળતી થશે તો તેનાથી ઘણી મોટી રાહત રહેશે. 

ઝાયડસ કેડિલાની વેક્સિનમાં ત્રણ ડોઝ 
ઝાયડસ કેડિલાની વેક્સિન દુનિયાની બાકીની વેક્સિન કરતા ઘણી અલગ છે. મોટાભાગની વેક્સિનમાં બે ડોઝ હોય છે પરંતુ ઝાયડસની આ વેક્સિન ત્રણ ડોઝમાં આપવામાં આવશે.

આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ વેક્સિન લગાડવામાં આવશે
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન એન.કે.અરોરાએ કહ્યું કે આઈસીએમઆરનો સ્ટડી છે કે કોરોનાની ત્રીજી લહેર થોડી લેટ આવશે. અમારી પાસે લોકોને વેક્સિન આપવા માટે 6-8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાનો અમારો ટાર્ગેટ છે. કેન્દ્ર સરકારે શનિવારે દાખલ કરેલી એફિડેવિટમાં સુપ્રીમને એવી જાણ કરી કે વર્ષના અંત સુધીમાં દેશમાં પુખ્ત વયના તમામ લોકોનું વેક્સિનેશન કરવાનો સરકારનો ઈરાદો છે.

ઝાયડસની વેક્સિન અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી 

વેક્સિનેશન ડ્રાઈવ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવેલા ધારધાર સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે આ મુજબનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશની દિગ્ગજ ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા 12-18 વર્ષના યુવાનો માટે કોરોનાની એક નવી વેક્સિન વિકસીત કરવામાં આવી છે. જે થોડા સમયમાં દેશમાં ઉપલબ્ધ બનશે અને આ રીતે વેક્સિનેશન અભિયાનમાં ઝડપ આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

corona india corona vaccine india corona ઈન્ડીયા કોરોના કોરોના મહામરી કોરોના ઈન્ડીયા કોરોના વેક્સિન Corona Vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ