ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / covid cases increasing again in gujarat tuition classes closed

સાવધાન / ગુજરાત સરકારે સ્કૂલો-કોલેજો બાદ 8 મનપામાં હવે આ બંધ કરવાનો આપ્યો આદેશ

Published By: Kavan

Last Updated: 09:49 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને સખત પગલા લઈ રહી છે ત્યારે હવે રાજ્યની 8 મનપા ટ્યૂશન ક્લાસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા
  • 8 મનપામાં ચાલતા ક્લાસીસ બંધ કરવાના અપાયા આદેશ
  • આજે રાજ્યમાં નોંધાયા છે 1415 નવા કેસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં રાજ્યની 8 મનપાઓમાં ચાલતા ટ્યૂશન ક્લાસ આગામી 10 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

8 મનપામાં ક્લાસીસ કરાયા બંધ 

CM રૂપાણી દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયની રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાવાર જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દરરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને ક્લાસિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1415 નવા દર્દી જ્યારે 948 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 278 કેસ અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 252 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 127 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 115 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે. 

27 નવેમ્બરે 2020ના રોજ નોંધાયા હતા સૌથી વધુ 1607 કેસ

રાજ્યમાં સૌથી વધુ કેસ 27 નવેમ્બરના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા. જો કે, ત્યારબાદ લોકડાઉનને કારણે સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો જોવા મળ્યો પરંતુ છેલ્લા 2 દિવસમાં નોંધાયેલ કોરોનાના કેસથી એવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે, ગણતરીના દિવસોમાં જ ફરીવાર ગયા વર્ષનો રેકોર્ડતૂટશે.

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat gujarat gujarat corona કોરોના વાયરસ ગુજરાત ટ્યુશન ક્લાસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ