બ્રેકિંગ ન્યુઝ
માત્ર 10 દિવસમાં લગભગ 8.2 લાખ નાના વ્યવસાયોને કુલ 5204 કરોડ રૂપિયાના આયકર રિફંડ જારી કરવામાં આવ્યા છે. પરંતુ આયકર વિભાર હજુ પણ 1.74 લાખ મામલામાં રિફંડ જારી કરી શક્યું નથી.
ADVERTISEMENT
આ સંબંધમાં આયકરથી જોડાયેલી ઉચ્ચ સંસ્થા સીબીડીટીએ કરદાતાઓને એલર્ટ જારી કર્યું છે. સીબીડીટીએ જણાવ્યું કે લગભગ 1,74 લાખ મામલામાં કરદાતાઓના જવાબની રાહ જોવામાં આવી રહી છે.
આ સંબંધમાં 7 દિવસની અંદર જવાબ આપવા માટે રિમાઇન્ડર ઇમેલ મોકલવામાં આવ્યો છે. કારણ કે રિફંડની પ્રોસેસિંગ જલ્દીથી જલ્દી કરી શકાય.
ADVERTISEMENT

કરદાતાઓ એના માટે ઇ-ફાઇલિંગ ખાતામાં લૉગ ઇન કરીને વિભાગને જવાબ આપી શકે છે. એના માટે www.incometaxindiaefiling.gov.in વેબસાઇટ પર વિઝિટ કરવું પડશે.
ADVERTISEMENT
સીબીડીટી પ્રમાણે એમએસએમઇ સેક્ટરના નાના વ્યવસાયોને રાહત પ્રદાન કરવા પર ફોકસ કરતાં જલ્દીથી જલ્દી 7760 કરોડ રૂપિયાના વધારે રિફંડ જારી કરવામાં આવશે.
જણાવી દઇએ કે કોરોના સંકટને જોતા સરકારે ઇન્કમ ટેક્સ અને જીએસટી રિફંડથી જોડાયેલા ઘણી જગ્યાએ રાહત આપી છે. એવી સ્થિતિથી નિપટવા માટે આયકર વિભાગે વધારે કરદાતાઓની સગવડતા માટે એક્ટિવ મોડમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.