બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Covid 19: AIIMS doctor said that Booster Dose can do more harm than good at this time

covid 19 / 'અત્યારે બૂસ્ટર ડોઝથી ફાયદા કરતાં નુકસાન વધુ થશે', AIIMSના પ્રોફેસરે આપી લોકોને અગત્યની સલાહ, કારણ પણ જણાવ્યું

Vaidehi

Last Updated: 04:40 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનાં વધી રહેલા કેસોની વચ્ચે AIIMSના પ્રોફેસરે બુસ્ટર ડોઝને લઈને લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે વેક્સિનથી કોરોનાની કોઈ નવી લહેરને રોકી શકાશે નહીં.

  • કોરોનાના કેસમાં નજીવી રાહત
  • ૧૬ ટકાના ઘટાડા સાથે ૭,૬૩૩ નવા કેસ
  • AIIMSના પ્રોફેસરે આપી લોકોને અગત્યની સલાહ
  • બૂસ્ટર ડોઝ- વેક્સિનને લઈને કર્યો ખુલાસો

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયનું કહેવું છે કે અત્યારે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ ફાયદો કરતાં નુકસાન વધુ કરી શકે છે. શરૂઆતમાં જ્યારે વધુ લોકો સંક્રમિત ન હતા ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી નહોતી અને વેક્સિનની જરૂર હતી, જ્યારે હવે દેશમાં મોટા ભાગના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમનામાં નેચરલ ઈમ્યુનિટી પણ વિકસિત થઈ ચૂકી છે, જે કોઈ પણ વાઈરસથી બચાવવામાં વેક્સિનથી વધુ અસરકારક છે. વેક્સિનથી કોરોનાની કોઈ નવી લહેરને રોકી શકાશે નહીં.

૧૬ ટકાના ઘટાડા સાથે ૭,૬૩૩ નવા કેસ

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દૈનિક નવા કેસમાં ૧૬ ટકાના ઘટાડા સાથે નજીવી રાહત મળી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૬૩૩ નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે હવે કુલ કેસની સંખ્યા વધીને ૪,૪૮,૩૪,૮૫૯ થઈ છે. એ જ રીતે કોરોનાના ડેઈલી પોઝિટિવિટી રેટમાં પણ મોટી રાહત મળી છે, જે ૮.૪૦ ટકાથી ઘટીને ૩.૬૨ ટકા થયો છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫.૦૪ ટકા થયો છે. કોરોનાના એક્ટિવ કેસ વધીને ૬૧,૨૩૩ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે વધુ સાત સંક્રમિતોનાં મોત થયાં છે, જેમાં દિલ્હીમાં ચાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં એક-એક દર્દીનાં મોતનો સમાવેશ થાય છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૩૧,૧૫૨ થયો છે, જેમાં કેરળનાં ચાર બેકલોગ મોતનો પણ સમાવેશ થાય છે.

રિકવરી રેટ ૯૮.૬૮ ટકા પર યથાવત્

છેલ્લા ૨૪ કલાકમાં ૬,૭૦૨ સંક્રમિતોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૪,૪૨,૪૨,૪૭૪ થઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટે ૨,૧૧,૦૨૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૯૨,૪૩,૭૭,૧૫૦ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સિનના ૭૪૯ ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૬૬,૨૭,૨૭૧ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ ૯૮.૬૮ ટકા પર યથાવત્ રહ્યો છે.

ગુજરાતમાં ૨,૨૧૫ કેસ એક્ટિવ

રાજ્યવાર એક્ટિવ કેસની સ્થિતિ જોઈએ તો ૧૯,૭૧૪ એક્ટિવ કેસ સાથે કેરળ હજુ પણ દેશમાં ટોચ પર છે, જ્યારે ૬,૦૮૭ એક્ટિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. એ જ રીતે દિલ્હીમાં ૪,૯૭૬, હરિયાણામાં ૪,૩૬૨, ઉત્તરપ્રદેશમાં ૩,૬૯૩, તામિલનાડુમાં ૩,૩૩૦, રાજસ્થાનમાં ૨,૫૪૮, છત્તીસગઢમાં ૨,૨૨૨, ગુજરાતમાં ૨,૨૧૫, હિમાચલ પ્રદેશમાં ૧,૯૦૫, કર્ણાટકમાં ૧,૯૦૪, ઓડિશામાં ૧,૮૦૦, પંજાબમાં ૧,૫૭૪, જમ્મુ-કાશ્મીરમાં ૭૩૮ એક્ટિવ કેસ નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ