બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 19 મિનિટનો અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ કપલે કરી લીધો આપઘાત, સોશિયલ મીડિયામાં હલ્લાબોલ

નેશનલ / 19 મિનિટનો અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ કપલે કરી લીધો આપઘાત, સોશિયલ મીડિયામાં હલ્લાબોલ

Nirav Kumar

Last Updated: 12:37 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડીયો એવા દાવા સાથે વાયરલ કરાઈ રહ્યો છે કે, આ કપલના ફૂટેજ લીક થતા તેમને આત્મહત્યા કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર 19 મિનિટનો વીડિયો વાયરલ થયા બાદ ઇન્ટરનેટ પર લોકો પ્રાઇવેસી અને સેન્સિટિવિટીને લઇ ડિવાઇડ થઇ ગયા છે. આ  વીડિયોમાં જોવા મળતા કપલની ઓળખ અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. જેમાં અમુક લોકોનું માનવું છે કે, આ ફૂટેજ આકસ્મિક રીતે રેકોર્ડ કરવામાં આવ્યુ છે ઇરાદાપૂર્વક નહીં. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની પ્રતિક્રિયાઓનું ઘોડાપુર આવ્યું છે.

જેમાં વધુ ચિંતાજનક બાબત એ છે કે, અમુક યુઝર્સ ક્રોસ ચેક કર્યા વગર દાવો કરી રહ્યા છે કે આ વીડિયોમાં દેખાતા કપલે આત્મહત્યા કરી લીધી છે. સોશિયલ મીડિયા પર ફેલાતા આ સમાચાર પરિવારો પર માનસિક બોજ વધારે છે સાથે કોઈની પ્રાઇવેટ લાઈફને ભંગ પણ કરાઈ રહી છે.

  • ટ્વિટર પર હંગામો
    આ વીડિયો સૌ પહેલા ટ્વિટર પર શેર કરાયો હતો ત્યાર બાદ સેંકડો એકાઉન્ટ્સે તેને ફોરવર્ડ કર્યો હતો. બાદમાં આ વીડિયો ઝડપથી ટ્રેન્ડિંગનો વિષય બની ગયો હતો. જેમાં અમુક લોકોએ આ વીડિયોના દાવાની સત્યતા ઉપર સવાલ પણ ઉઠાવ્યો હતો.
  • આત્મહત્યાની અફવાઓ
    જેમાં અમુક યુઝર્સે દાવો કર્યો હતો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેમાં દેખાતા યુવક અને યુવતીએ આત્મહત્યા કરી હતી. જેમાં એક યુઝરે આ અંગે Grokને પ્રશ્ન પણ પૂછ્યો હતો જેના જવાબમાં Grokએ કહ્યું હતું કે, તેને તાજેતરના તમામ અહેવાલો તપાસ્યા છે અને બંનેએ આત્મહત્યા કરી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, જેમાં Grokએ સલાહ આપી હતી કે લોકોએ આવી ગંભીર અફવાઓ ફેલાવતા પહેલા હકીકતો તપાસવી જોઈએ અને જો શોષણ થયું હોય તો સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.

યુટ્યુબ ચેનલમાં સનસનાટી
આ વીડિયોને લઇ Fadu Roster 2 નામના યુટ્યુબરે દાવો કર્યો હતો કે "બંને એ  આત્મહત્યા કરી લીધી છે." પણ આ દાવાને લઇ કોઈ સત્તાવાર આધાર મળ્યો નથી. તે જ વીડિયોમાં તેને લોકોને સંવેદનશીલ મુદ્દાઓ પર શરમ રાખવાની વિનંતી કરી હતી. જેમાં કહેવાયું હતું કે, "તે તેમના પ્રાઈવેટ મોમેન્ટ હતા, જે આકસ્મિક રીતે રેકોર્ડ અને પબ્લીસ થયો હતો. તેને વાયરલ કરીને કોઈનું આખું જીવન બરબાદ ન કરો."

vtv app promotion
  • "આમ કરવું અનૈતિક"
    ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો આ વીડિયો સર્ચ કરી રહ્યા છે. જેમાં અનેક યુઝર કહી રહ્યા છે કે, આમ કરવું અનૈતિક અને ખોટું છે. કેટલાક લોકોએ લખ્યું કે આવું કન્ટેન્ટ વાયરલ કરવાથી કોઈના જીવન અને પરિવારની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ઓનલાઈન ભીડ પ્રાઇવેટ મોમેન્ટને એક મનોરંજનના સાધન તરીકે જુએ છે.

વધુ વાંચો : જાહેર રોડ પર ગાડીમાં કપલે ચાલુ કરી દીધા રંગરેલિયા, ઉપાંગો પર ફરી રહ્યો હતો હાથ

આ વીડિયોમાં કોના ચહેરા છે અથવા કોને તે ફૂટેજ લીક કર્યા તે હજુ સુધી સામે નથી આવ્યું. ન તો આ બે યુવક - યુવતની ઓળખની પુષ્ટિ થઈ છે, ન તો આત્મહત્યાનો કેસ સામેં આવ્યો છે. તેમ છતાં આ ઘટના સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suicide Social Media Viral Video
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ