બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Corporation collects fine from drivers of illegally parked vehicles in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં 625થી વધુ વાહનોને તાળા મરાતા લોકોમાં ફફડાટ, જ્યાં-ત્યાં વાહન પાર્ક ગયું તો ગયા સમજો

Vishal Khamar

Last Updated: 05:11 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત રોજ ત્રણ રોડ પરનાં દબાણ તંત્રએ દૂર કર્યાં હતાં. ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ ૬૪ વાહનને તાળાં મારીને કુલ ૨૯,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

  • જજીસ બંગલો રોડ સહિતના માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૩.૨૫ લાખ દંડ વસૂલાયો
  • મ્યુનિ.કોર્પો.ના સત્તાવાળાઓએ ૬૨૫થી વધુ વાહનોને લોક મારતાં ચાલકોમાં ફફડાટ
  • ગેરકાયદેસર પાર્ક થયેલા 10 થી વધુ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, જેના કારણે તાજેતરમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ખાસ પાંચ વીઆઇપી રોડ માટે વિશેષ અભિયાન હાથ ધરવાની તાકીદ સંબંધિત અધિકારીઓને કરી છે. આ પાંચ વીઆઇપી રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણ કે વાહનને દૂર કરી લોકોને સરળતા કરી આપવાના ઉદ્દેશથી તમામ રોડ દીઠ અમલીકરણ અધિકારી અને સુપરવિઝન અધિકારીની નિમણૂક કરાઈ છે. દરમિયાન, માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનના કુલ ત્રણ રોડની કામગીરીની વિગત તપાસતાં અત્યાર સુધી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. સવા ત્રણ લાખ દંડ પેટે વસૂલાયા હોવાની વિગત જાણવા મળી છે. આમાં ઉલ્લેખનીય છે કે જજીસ બંગલો રોડનો પણ કામગીરીમાં સમાવેશ થયો છે.

કારને લોક મારવામાં આવ્યા (ફાઈલ ફોટો)

64 વાહનોને તાળા મારી વહીવટી ચાર્જ વસૂલ્યો
ઉત્તર પશ્ચિમ ઝોનના રન્નાપાર્ક, પ્રભાતચોકથી ચાણક્યપુરીબ્રિજ થઈ ડમરું સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ થઈ હાઈકોર્ટથી સોલા ભાગવત સુધીનો રોડ, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થઈ પકવાન ચાર રસ્તા સુધીનો રોડ અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલની બંને બાજુનો રોડ એમ આ ત્રણ રોડ પરનાં દબાણ તંત્રએ ગઈ કાલે દૂર કર્યાં હતાં અને ૬૪ વાહનને તાળાં મારીને કુલ ૨૯,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. આ ઉપરાંત પ્રભાત ચક ચાર રસ્તા, ડમરું ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી પણ દબાણ દૂર કરાયાં હતાં તેમજ અનધિકૃત પાર્ક કરાયેલી રિક્ષાઓને હટાવાઈ હતી. તંત્રએ કુલ પાંચ લારી, ૨૬ બોર્ડ-બેનર અને ૫૬થી વધુ પરચૂરણ માલસામાન પણ જપ્ત કરી સિંધુ ભવનના ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.

જ્યારે ૩ ઓગસ્ટે તંત્રએ ૧૦૦ જેટલાં વાહનને તાળાં મારી રૂ. ૫૭ હજાર જેટલો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. પાંચ જેટલાં વાહનને ટ્રાફિક પોલીસ સાથેની સંયુક્ત ડ્રાઇવ દરમિયાન ટોઇંગ કરાયાં હતાં. સત્તાવાળાઓએ સાત લારી-ગલ્લા, ૧૨ વાંસ-વળી, ૧૧૬ પરચૂરણ માલસામાન અને ૨૬ જાહેરાતનાં બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં.

ફાઈલ ફોટો

ગેરકાયદેસર પાર્ક થયેલા 10 થી વધુ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા
તા. ૨૬ જુલાઈથી હાથ ધરાયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ૬૨૫ વધુ વાહનોને તાળાં મરાયાં હોઈ વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે મળતી માહિતી મુજબ તંત્રએ ૧૦૦ જેટલી છતવાળી અને સાદી લારી, આઠથી વધુ ગલ્લા, ૨૫થી વધુ શેડ, ૨૦૦થી વધુ વાંસ-વળી, ૫૦થી વધુ તાડપત્રી, ૭૫થી વધુ ટેબલ, ૨૭૫થી વધુ ખુરશી, ૮૨૫થી વધુ સ્ટૂલ અને ૨૫૦થી વધુ બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત જાહેર રોડ પર ગેરકાયદે પાર્ક થયેલાં ૧૦થી વધુ વાહનોને ટ્રાફિક પોલીસની મદદથી ટોઇંગ કરવામાં આવ્યાં હતાં.
રોડને પહોળો કરવા સંદર્ભે ડિમોલિશન હાથ ધરાયું
ગોતા ચાર રસ્તા પાસે ૨૪ મીટરના એસજી હાઈવે પેરેલલ રોડને પહોળો કરવાના સંદર્ભે ગઈ કાલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓપરેશન ડિમોલિશન પણ હાથ ધરાયું હતું, જે હેઠળ તંત્રએ ૧૨ દુકાનના એક્સ્ટેન્શન પ્રકારના બાંધકામને દૂર કરતાં આવા બાંધકામકર્તાઓમાં ભય ફેલાઈ ગયો હતો.
દરમિયાન, પશ્ચિમ ઝોનના અન્ય રોડ જેવા કે ગોલ્ડન ટ્રાયેન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્ટેડિયમ ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન અંડર પાસ સુધી, ગોલ્ડન ટ્રાયેન્ગલથી અંકુર ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધીના રોડ પર પણ તંત્રએ ૨૮ વાહનને તાળાં મારી કુલ રૂ. ૯,૮૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો.

સીજી રોડ પર પણ તંત્રએ સપાટો બોલાવ્યો
મ્યુનિસિપલ તંત્ર દ્વારા સીજી રોડ પરનાં દબાણ હટાવવા માટે પણ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત સીજી રોડ પર તંત્રએ સપાટો બોલાવ્યો હોઈ આ રોડ પર આડેધડ પાર્ક થતાં વાહનો અદૃશ્ય થવા માંડ્યાં છે અને લોકો તેની ગલીમાં વાહન પાર્ક કરી રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ