બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus mucormycosis Guillain-Barre syndrome Patient gujarat
ADVERTISEMENT
કોરોના બાદ વધુ એક ઘાતક બીમારી મ્યુકોર્માઇકોસિસે એન્ટ્રી મારી છે. જેના કારણે અત્યાર સુધીમાં 7 દર્દીઓએ આંખ ગુમાવી છે. પોસ્ટકોવિડ બાદ 15 નવેમ્બરથી મ્યુકોર્માઇકોસિસ થવાના કેસ સામે આવ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં ગુલીયન બેરે સિમ્ડ્રોમ નામના રોગના દર્દીઓ વધ્યા છે. GBS રોગથી નર્વ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં 30થી વધુ કેસ સામે આવ્યા છે.
મહત્વનું છે કે, ગુલિયન બેરે સિન્ડ્રોમ એવો વિકાર છે, જેમાં દર્દીના શરીરમાં પહેલા સિહરન અથવા દર્દ થવા લાગે છે અને પછી ત્યારબાદ તેની સ્નાયુઓ કમજોર થવા લાગી છે. લક્ષણ જાણ થતા જ સારવાર ન થવા પર બ્રીધિંગ મસલ્સ પણ કમજોર થઇ જાય છે. અનેક વખત દર્દીને લકવા પણ થઇ જાય છે.
ADVERTISEMENT
ગુલિયન બેરે સિન્ડ્રોમના લક્ષણો
ગુલિયન બેરે સિન્ડ્રોમની શરૂઆત પગમાં દુખાવા અને નબળાઈ સાથે થઈ શકે છે. તેમાં મુખ્યત્વે બેસીને ઊઠવામાં મુશ્કેલી પડે છે ત્યારબાદ બંને પગ, હાથ અને ચહેરામાં આ રોગ આગળ વધી શકે છે. દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
ADVERTISEMENT
દર્દી ચાલવામાં તકલીફ થવાની શરૂઆત થયા બાદ કેટલાક દિવસોમાં દર્દી પથારીવશ થઈ જાય છે. હાથ-પગનુ હલનચલન બંધ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ વધે છે. 1-2 અઠવાડિયાં સુધી તકલીફો વધતી રહે છે જ્યારબાદ દર્દીની પરિસ્થિતિમાં 1-2 અઠવાડિયાં સુધી સ્થિરતા આવે છે. ત્યારબાદ સુધાર આવે છે.
જો કોઈ દર્દી ચાલી ન શકે, હાથ-પગમાં નબળાઈ અનુભવે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઇને સારવાર મેળવવાની જરૂર છે. આ પ્રકારના દર્દીઓમાં જ્ઞાનતંતુઓ સક્રિય થવાનું ફરી શરૂ ન કરે ત્યાં સુધી શ્વાસ લેવા માટે વેન્ટિલેટર કે મશીન પર લેવાની જરૂર પડી શકે છે. સાધારણ રીતે રિકવરી સારી હોય છે, પરંતુ તેમાં 3થી 6 મહિના લાગી શકે છે અથવા જ્ઞાનતંતુઓને થયેલા નુકસાનને આધારે વર્ષ પણ લાગી શકે છે.
ADVERTISEMENT
આ રોગનું નિદાન નૈદાનિક પરીક્ષણ, નર્વ કંડક્શન સ્ટડી, મણકાના પાણીનો ટેસ્ટ,અન્ય કારણો અને એન્ટિબોડી પરીક્ષણો ન કરવા લોહીનું પરીક્ષણ કરીને થાય છે.
મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી પણ ઘાતક બીમારીઃ ડૉક્ટર
ADVERTISEMENT
મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ 15 નવેમ્બરથી વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે. એક મહિનામાં મ્યુકોર્માઇકોસિસના 20 કેસ નોંધાયા છે. ડૉક્ટરો જણાવી રહ્યા છે કે, મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી પણ ઘાતક બીમારી છે. જો નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી.
મ્યુકોર્માઇકોસિસને જાણીએ, ડરીએ નહીં, જુઓ VTVની વિશેષ ચર્ચા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad plan crash / ''આ બાબતે હું કોઇ જ કોમેન્ટ...'', પીડિત પરિવારને લઇ શું કહ્યું ઋષભ રૂપાણીએ?
Ahmedabad Plane Crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.