બ્રેકિંગ ન્યુઝ
જો કે કેન્દ્રી આરોગ્ય મંત્રાલયના અનુરોધના પગલે મહારાષ્ટ્ર સરકારે બંધ કરેલ ઓક્સિજનની નિકાસને ફરી શરુ કરી દીધી છે. આમ કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ઓક્સિજનની નિકાસને નહી રોકવાને લઇને આશ્વસ્ત કર્યું છે.
ADVERTISEMENT
જો કે આ અગાઉ મહારાષ્ટ્ર દ્વારા મેડિકલ ઓક્સિજન સપ્યાલ રોકવાને લઇને અહેવાલ મળ્યાં હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઓક્સિજનની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને મહારાષ્ટ્રથી ગુજરાતમાં સપ્લાય થતાં 300 ટન ઓક્સિજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જો કે ઓક્સિજનની સપ્લાય રોકવાના નિર્ણય વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રની ઓક્સિજન કંપનીઓને સપ્લાય ન રોકવા અનુરોધ કર્યો. મહારાષ્ટ્રના વલણથી નારાજ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યોને કહ્યું કે તેઓ કોઇપણ સંજોગોમાં કોઇપણ રાજ્યને ઓક્સિજનની સપ્લાય ન રોકવામાં આવે.
ADVERTISEMENT
દરેક રાજ્યમાં કોવિડ દર્દીઓના ઇલાજ માટે ઓક્સિજનની જરૂરિયાત છે. નિયમોનો હવાલો આપતા ઑક્સિજનની ઉત્પાદક કંપનીઓને એમ ન કહે તે રાજ્યની હોસ્પિટલોને વધુ સપ્લાય કરે. જેના કારણે અન્ય રાજ્યોના દર્દીઓને મુશ્કેલી પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.