બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
થાઇલેન્ડના આ રાજાનું નામ છે મહા વજિરાલૉન્ગકોર્ન. માર્ચના અંતમાં સમાચાર મળ્યા હતા કે રાજા બેંકોકથી આશરે 19000 કિમી દૂર જર્મનીની હોટલમાં રહેવા માટે આવી ગયા છે. એ પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે અહીંયા પહોંચ્યા છે. કહેવામાં આવ્યું છે કે એમને ખુદે હોટલમાં આઇસોલેટ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજા જર્મનીના બાવરિયા શહેરની લક્ઝરી હોટલમાં રહે છે. ગત સપ્તાહે તેઓ જર્મનીથી સ્વિટઝરલેન્ડ થઇને બેંકોક પણ ગયા અને ફરી પાછા હોટલ પરત ફર્યા. આ દરમિયાન એમની પત્ની રાની સુથિડા પણ સ્વિટઝરલેન્ડથી એમની સાથે હતી.
ADVERTISEMENT

લૉકડાઉન છતાં સોમવારે થાઇલેન્ડના ચક્ર ડે માં ભાગ લેવા માટે રાજા જર્મનીથી બેંકોક ગયા. આ દરમિયાન રાજા થાઇલેન્ડના પ્રધાનમંત્રી અને થાઇ સેનાના પ્રમુખને પણ મળ્યા. થાઇલેન્ડના રાજાને King Rama X ના નામથી પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT

જર્મનીમાં લૉકડાઉન તોડીને થાઇલેન્ડ જનાર રાજાના ચક્ર ડે સેલિબ્રેશનના દરમિયાન કહ્યું- આ મહામારી કોઇની ભૂલથી થઇ નથી. સરકાર એના કારણોને સમજીને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે.
ADVERTISEMENT

પોતાનો દેશ છોડીને હોટલમાં લક્ઝરી લાઇફને એન્જોય કરવાના કારણે રાજાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા થઇ રહી છે. જો કે થાઇલેન્ડમાં રાજાની ટીકા ગુનો છે. એના માટે 35 વર્ષની જેલ થઇ શકે છે.
ADVERTISEMENT

પિતાના મોતના 3 વર્ષ બાદ 2019ના મે મહિનામાં વજિરાલૉન્ગકોર્નને રાજા બનાવવામાં આવ્યા હતા. રાજાએ 4 વખત લગ્ન કર્યા છે. તેઓ હાલ ચોથી પત્ની સાથે રહી રહ્યા છે. ચોથી પત્ની પહેલા બોડીગાર્ડ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.