ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Coronavirus lockdown sbi loan EMI payment 3 months rbi Advice

કોરોના વાયરસ / SBI ગ્રાહકો માટે સારા સમાચાર, 3 મહિનાના હપ્તા હાલ નહીં ભરવા પડે અને આ કામ પણ નહીં કરવું પડે

Published By: Hiren

Last Updated: 10:07 PM, 27 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેર ક્ષેત્રની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેના ધિરાણ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આવામાં SBIના ગ્રાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. જો તમારે SBIના રિટેલ લોનના ગ્રાહક છો તો આવતા ત્રણ મહિના સુધી EMI નહીં ભરો તો ચાલશે. આ જાણકારી SBIના ચૅરમેન રજનીશ કુમારે આપી હતી.

ADVERTISEMENT

  • RBIએ ગ્રાહકોને રાહત આપવાની આપી હતી સલાહ
  • EMI પર રાહત આપનાર SBI પહેલી બેંક
  • 3 મહિના બાદ EMIનો બહુ વધુ બોજો પડશે?

SBIના ચૅરમેન રજનીશકુમારે કહ્યું કે લોનધારકોએ EMIના ત્રણ હપ્તાને ઓટોમેટિકલી ટાળી દેવાયા છે. આ માટે ગ્રાહકે બૅંકોમાં અપ્લાય કરવાની પણ જરૂર નથી. જ્યારે SBI ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર હાલ કોઈ રાહત નથી. ચૅરમેને સાથે જ સ્પષ્ટ કર્યુ કે 3 મહિના સુધી EMI પેમેન્ટ નહીં આપવાની સ્થિતિમાં ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં પડે.

RBIએ આપી હતી સલાહ

જણાવી દઇએ કે શુક્રવાર સવારે આરબીઆઈએ બેંકોમાંથી લોનની ઈએમઆઈ આપી રહેલા લોકોને 3 મહિના સુધીની રાહતની સલાહ આપી હતી. આરબીઆઈએ સલાહ લૉકડાઉનના કારણે આપી છે. જોકે, આરબીઆઈએ આને ફરજિયાત નથી કર્યું. ત્યારબાદ એસબીઆઈ પહેલી બેંક છે જેણે ગ્રાહકોને રાહત આપી છે. હવે અન્ય સરકારી અને ખાનગી બેંકો પર પણ ગ્રાહકોને લોનની ઈએમઆઈને 3 મહિના સુધી વધારવા દબાણ વધી ગયું છે.

3 મહિના બાદ EMIનો બહુ વધુ બોજો પડશે?

નહીં, એવું નહીં થાય. હા, એ જરૂર શક્ય છે કે બેંક તમારી માસિક હપ્તાને વધારી દે. આ સિવાય તમારે ટેન્યોરના કેટલાક મહિના વધારવા અથવા વન ટાઇમ સેટલમેન્ટનો વિકલ્પ પણ મળી શકે છે. વન ટાઇમ સેટલમેન્ટ માટે 6થી 9 મહિનાનો સમય મળી શકે છે.

કયા પ્રકારે લોન પર 3 મહિનાની રાહત મળશે?

RBIના નિવેદન પર ધ્યાન આપીએ તો હોમ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, કાર લોન સિવાય અન્ય પ્રકારના રિટેલ અથવા કંજ્યૂમર લોન સામેલ છે. જોકે, બિઝનેસ લોનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે તેના ચાવીરૂપ નીતિ વિષય દરોમાં કાપ મુક્યાના ગણતરીના કલાકોમાં એસબીઆઈ દ્વારા ધિરાણ દરોમાં આ મોટો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસબીઆઈએ તેના એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લેન્ડિગ રેટ (ઈબીઆર) તેમ જ રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (આરએલએલઆર)માં 75 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. દરમાં ઘટાડા બાદ એસબીઆઈના EBR અને RLLRમાં 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો થશે, જે 1લી એપ્રિલથી અમલી બનશે. આ સાથે એસબીઆઈના ઈબીઆર 7.80 ટકાથી ઘટીને 7.05 ટકા જ્યારે આરએલએલઆર વર્તમાન 7.40 ટકાથી ઘટી 6.65 ટકા થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus SBI lockdown કોરોના વાયરસ લૉકડાઉન લોન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ