બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / coronavirus lockdown rajkot police action people guajrat
ADVERTISEMENT
રાજ્યમાં લોકડાઉન હોવા છતાં રાજકોટ શહેરમાં લોકો બહાર નીકળી રહ્યાં છે, ત્યારે બહાર નીકળતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કારમાં બે અને સ્કૂટર પર એકથી વધુ લોકોને ન બેસવાનો આદેશ અપાયો છે.

ADVERTISEMENT
આ સાથે જ વાહનો જપ્ત કરવાનો પણ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. રાજકોટ શહેરની અંદર હાલમાં 15 ડ્રોન કેમેરાથી શેરી- મોહલ્લામાં વોચ રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.