ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / coronavirus infected lungs 3d image latest news live updates

CoronaVirus / કોરોના વાયરસથી સંક્રમિત ફેફસાંની 3D તસવીર થઈ જાહેર, ભારતે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

Published By: Intern

Last Updated: 01:45 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે. વૈશ્વિક મહામારી ઘોષિત થઈ ચુકેલા કોરોના વાયરસે અત્યાર સુધી દુનિયાભરમાંથી 4300થી વધારે લોકોના જીવ લીધા છે. જ્યારે હવે કોરના વાયરસ સંક્રમિત ફેફસાંની તસવીર સામે આવી છે.

ADVERTISEMENT

  • કોરના વાયરસ સંક્રમિત ફેફસાંની 3D તસવીર જાહેર થઈ
  • ભારતમાં હેલ્પલાઈન નંબર જાહેર થયા
  • કોરોનાએ 4300થી વધારે લોકોના જીવ લીધા છે


વૈશ્વિક મહામારી ઘોષિત થઈ ચુકેલા કોરોના વાયરસે અત્યાર સુધી દુનિયાભરમાંથી 4300થી વધારે લોકોના જીવ લીધા છે. અને આ ખતરનાખ વાયરસથી બચવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રીસર્ચમાં લાગ્યા છે. અને આ દરમિયાન રેડિયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાએ કોરોનાવાયરસથી પ્રભાવિત ફેફસાંની તસવીર જાહેર કરી છે.

આ તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ફેફસાં ચિકાસ અને મ્યુક્સથી ભરાય ગયા છે. આ કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને તમને જણાવી દઈએ કે માનવ શરીરમાં કોરનાના વાયરસ સૌથી પહેલા શ્વસન તંત્રને સંક્રમિત કરે છે. જેમાં ફેફસાંનું સંક્રમણ પ્રથમ સ્ટેજ છે.

આ 3D ઈમેજ્બ બનાવ્યા બાદ ડોક્ટર એક્સ-રે અને સીટી સ્કેનથી આવા દર્દીઓની જલદીથી ઓળખ કરી શકે છે. જે ગંભીર રૂપથી સંક્રમિત છે. ત્યારબાદ તે દર્દીને તરત જ સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસ માટે હેલ્પલાઈન નંબર બનાવાયો


સરકાર કેન્દ્રીય સ્તર પર 011-23978046 નંબર  પર હેલ્પલાઈન બનાવી છે. અને સરકારે 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હેલ્પલાઈન નંબર બનાવ્યા છે. અને એમાં બિહાર, ગોવા, ગુજરત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, સિક્કિમ, તેલંગણા, ઉતરાખંડ, દાદરા નગર હવેલી, દીવ દમણ, લક્ષદ્રીપ અને પોંડીચેરી માટે ફોન નંબર 104 હેલ્પલાઈન નંબર બન્યો. અને મેઘાલયમાં 108 અને મિઝોરમમાં 102 નંબર હેલ્પલાઈન નંબર બન્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

3D Image 3D તસવીર Coronavirus National News કોરોના વાયરસ રાષ્ટ્રીય સમાચાર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ