બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat govt start tiffin for people and helpline no

Coronavirus / કોઈ નહીં રહે ભુખ્યુ, આ રહ્યા હેલ્પલાઈન નંબર: કોલ કરો અને ટિફિન હાજર : અશ્વિનિકુમાર

Gayatri

Last Updated: 05:08 PM, 26 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશભરમાં 14મી એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ અશ્વિનિકુમરે પત્રકાર પરિષદ કરીને જે લોકોને જમવાની કોઈ વ્યવસ્થા નથી અને ટિફિન ઉપર નિર્ણબર છે તેમના માટે ટિફિનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આ અંગેના હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • જે લોકો ટિફિન સેવા પર નિર્ભર છે તેમને હેલ્પ કરશે
  • આજે સાંજે 6 વાગ્યાથી આ વ્યવસ્થા અમલમાં મુકાશે
  • સરકારે આવશ્યક સેવાઓ માટે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે

મુખ્યમંત્રીનના સચિવ અશ્વિનિકુમારની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ઘણી મહત્વની વાતો જણાવી હતી અને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા હતા. અને શહેર વાઈઝ જવાબદારી પણ સોંપી હતી.

જે એકલા લોકો છે તેમના માટે જમવાની વ્યવસ્થા કરાશે. સંબંધિત અધિકારીઓ તેમના માટે જમવાની વ્યવસ્થા કરશે

કયા શહેરમાં કોને સોંપાઈ જવાબદારી

  • સુરતમાં R C પટેલને જવાબદારી સોપાંઈ
  • રાજકોટમાં ચેતનભાઈ ગણાત્રાને જવાબદારી સોંપાઈ
  • ભાવનગરમાં ડી.એમ.ગોહીલ તમામ વ્યવસ્થા કરશે

આજે 6 વાગ્યાથી મળશે ટિફિન

  • જે લોકો ટિફિન સેવા પર નિર્ભર છે તેમને હેલ્પ કરશે
  • આજે સાંજે 6 વાગ્યાથી આ વ્યવસ્થા અમલમાં મુકાશે

સરકારે આવશ્યક સેવાઓ માટે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે

  • હેલ્પલાઇન 1070 પર નાગરિકો સંપર્ક સાધી શકશે
  • – ૦૭૯-ર૩ર૫૧૯૦૦ પર નાગરિકો સંપર્ક સાધી શકશે 

આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. જે પ્રમાણે , અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- 155303, સુરત- આર. સી. પટેલ– 9824345560,  વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–0265- 2459502,  રાજકોટ- ચેતન ગણાત્રા 0281- 2476874, જામનગર- એ. કે. વસ્તાની 0288- 2553417, ભાવનગર- ડી. એમ. ગોહિલ 0278-2424814-15, ગાંધીનગર– અમિત સિંઘાઇ 9909954709 અને જૂનાગઢ- હિતેશ વામજા–9898146865નો સંપર્ક સાધી શકાશે. સીએમ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.

રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.

ગુજરાતમાં હાલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 3ના મોત થયા છે. ત્યારે ગુજરાતની એક જ અઠવાડિયાની આ હાલતને કારણે આવનારો સમય ગુજરાત માટે હજુ ખરાબ પુરવાર થઈ શકે છે. 

વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળના વિતરણ માટે માઈક્રોપ્લાનિંગ

60 લાખથી વધુ પરિવારોના 3.25 કરોડ જેટલા લોકોને એપ્રિલ-2020માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનિંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

દૂધ માટે છે આ સ્કીમ

રાજ્યના નાગરિકો–જનતા જનાર્દનને દૂધ પણ પૂરતું અને સરળતાથી મળી રહે તેવા આયોજન સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે રાજ્યમાં દૈનિક 55 લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે. આ દૂધ સપ્લાય ઉપરાંત જરૂર પડ્યે દૂધના ટેટ્રા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

શાકભાજીની વ્યવસ્થા

59 હજાર ક્વિન્ટલ શાકભાજીમાં 13,655 ક્વિન્ટલ બટાટા, 4,350 ક્વિન્ટલ ડુંગળી, 6900 ક્વિન્ટલ ટમેટા અને 34000 ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે.

ફળફળાદી પણ મળશે

સમગ્ર રાજ્યમાં 68 જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 610 ક્વિન્ટલ કેળાં, 970 ક્વિન્ટલ સફરજન અને 1100 ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત 2680 ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ