બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus covid 19 china wuhan end lockdown

coronavirus / ઈતિહાસના સૌથી મોટા લૉકડાઉન બાદ વુહાનમાં થશે કાલે એક નવી શરૂઆત

Published By: Krupa

Last Updated: 10:15 PM, 7 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વુહાન શહેર બુધવારે લૉકડાઉનથી મુક્ત થઇ રહ્યું છે. ગત વર્ષે ડિસેમ્બરથી કોરોના વાયરસની મહામારી આ શહેરથી ફેલાવવાની શરૂ થઇ હતી. આ શહેર છેલ્લા 76 દિવસોથી બંધ હતું. 23 જાન્યુઆરી બાદ પહેલી વખત લોકો શહેરથી બહાર જઇ શકશો.

  • વુહાન શહેર છેલ્લા 76 દિવસોથી બંધ હતું
  • 23 જાન્યુઆરી બાદ પહેલી વખત લોકો શહેરથી બહાર જઇ શકશો
  • વુહાન શહેર બુધવારે લૉકડાઉનથી મુક્ત થઇ રહ્યું છે

વુહાનમાં કોરોના વાયરસથી સૌથી વધારે મૃત્યુ થયા છે. છેલ્લા અઢી મહિનાથી લૉકડાઉનમાં રહેલું આ શહેર ફરીથી પહેલાની જેમ દોડશે. યાતાયાતની તમામ સુવિધાઓ શરૂ થશે. સ્ટેશનોથી ટ્રેનો લોકોને લઇને નિકળશે તો એરપોર્ટ પર વિમાન ઉડાન ભરશે. લોકો પોતાની ગાડીઓમાં બેસીને શહેરની બહાર જઇ શકશે. 

ચીન સરકારે આ નિર્ણય મંગળવારે એક પણ મોતનો મામલો સામે ના આવ્યા બાદ લીધો. 1.1 કરોડ આબાદી વાળા આ શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતું, ચીનના કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર આ શહેરમાં હતા, કુલ 3331 મૃતકોમાંથી 2500 વુહાનમાં જ મર્યા. 

ચીનના શહેર વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસથી પહેલો કેસ સામે આવ્યો હતો. અહીંયાના સીફૂડ અને મીટ માર્કેટમાં આ વાયરસ જાનવરથી માણસ સુધી પહોચ્યો અને પછી મહામારીમાં બદલાઇ ગયો. દુનિયાભરમાં 13 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને 70 હજારથી વધારે લોકોનો મોત થઇ ગયા છે. કોરોના સંક્રમણ મામલામાં ઝડપ બાદ સરકારે વુહાનમાં લૉકડાઉનની જાહેરાત કરી દીધી હતી. 

વુહાન શહેરને ખોલવા છતાં અહીંયા નિયંત્રણકારી ઉપાયોને જારી રાખવામાં આવશે. આ શહેરે ઇતિહાસનું સૌથી મોટું લૉકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ અહીંયા કડક થતું જતું હતું. વાયરસના ફેલાવાની સાથે લૉકડાઉન પણ સમગ્ર હુબેઇ પ્રાંતમાં લાગૂ કરી દીધો હતો. 6 કરોડ લોકો ઘરોમાં કેદ થઇ ગયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus Wuhan lockdown world કોરોના વાયરસ લૉકડાઉન વુહાન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ