બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus Ahmedabad municipal corporation Gujarat 104 Service

કોરોના / AMCની સેવા : ઘરમાં કોરોનાના કોઈને લક્ષણ દેખાય પરંતુ હોસ્પિટલ ન જવું હોય તો આ નંબર કરો ડાયલ

Kavan

Last Updated: 07:50 PM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. કોરોનાના લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકતા લોકોને ઘરે જ સુવિધા આપવામાં આવશે.

  • કોરોનાના કહેરને લઈને AMCની નવી પહેલ
  • લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકાય તો ઘરે મળશે સુવિધા
  • 104 નંબર ડાયલ કરતા AMC સંચાલિત મેડિકલ વાન આવશે ઘરે

ઉલ્લેખનીય છે કે, કોઈ અગવડતાથી હોસ્પિટલ ન જઈ શકનાર વ્યક્તિ 104 નંબર ડાયલ કરી શકે છે. 104 નંબર ડાયલ કરતા AMC સંચાલિત મેડિકલ વાન ઘરે આવીને તપાસ કરીને યોગ્ય સલાહ-સારવાર આપશે. ઘર બેઠાં આરોગ્ય સુવિધા મળે તે માટે અમદાવાદમાં 40 એબ્યુલન્સ કાર્યરત છે. 

ઘરે બેઠાં મળશે સલાહ-સારવાર 

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં તાવનાં કોઇપણ દર્દીએ અથવા તેમના સગા-વ્હાલાઓએ તેમનાં ઘરે બેઠાં જ આ હેલ્પલાઇનથી નિ:શુલ્ક સારવાર –લેબોરેટરી ટેસ્ટ તથા દવાઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત ટોલફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકે છે. કોઇપણ મોબાઇલ અને લેંન્ડલાઇન પરથી આ નંબર પર ફોન કરી શકે. આ 104ની સેવા 24 કલાક માટે સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવી છે.

કોરોનાએ ગુજરાતને લીધું છે બાનમાં 

આરોગ્ય વિભાગે ગઇકાલે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 423 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,217 થઇ છે. 

મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં

બીજી તરફ મે મહિનામાં કોરોનાનો આતંક જળવાઈ રહ્યો હતો. મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં હતાં એટલે કે દર ત્રણ કલાકે બે દર્દી મરણને શરણ થયા હતા. આમ મૃત્યુના મામલે મે મહિનો તો માર્ચ અને એપ્રિલ મહિના કરતાં પણ વધુ બિહામણો પુરવાર થયો હતો.

ખાનગી હોસ્પિટલમાં પણ થઇ શકશે કોરોનાનો ટેસ્ટ 

રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે કે, હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં થઈ શકશે. જોકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન જરૂરી છે. ખાનગી લેબોએ MCIની ગાઇડલાઇન મુજબ કોરોનાનો ટેસ્ટ રવાનો રહેશે. જો કોઇ લેબ સરકારની ગાઇડલાઇનના નિયમનો ભંગ કરશે તો હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus coronavirus in Gujarat કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ