બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / corona virus outbreaks spark again in china near russian border

ડર / વુહાન બાદ ચીનમાં કોરોના વાયરસને લઈને હવે નવી ચિંતા પેઠી

Published By: Krupa

Last Updated: 08:47 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની સીમાની નજીક વસેલા ચીનના એક શહેરમાં કોરોના વાયરસનો પગ પેસારો અને વુહાન શહેરમાં ફરીથી જોવા મળતા કોરોનાના નવા કેસોથી ચીનમાં સંક્રમણનું જોખમ ફરીથી વધી ગયું છે.

  • ચીનમાં કોરોના વાયરસને લઈને હવે નવી ચિંતા પેઠી
  • નૉર્થ કોરિયા અને રશિયાની સીમાની પાસે વસેલા શુલાન શહેરને હાઇ રિસ્ક જોતા અલગ કરાયો
  • કોરોનાના 17 નવા કેસ દાખલ થયા

ચીનના અધિકારીઓએ રવિવારે નૉર્થ કોરિયા અને રશિયાની સીમાની પાસે વસેલા શુલાન શહેરને હાઇ રિસ્ક જોતા અલગ કરી દીધો. રિપોર્ટ પ્રમાણે અહીંયા કોરોના પૉઝીટિવ એક મહિલાથી સંપર્કમાં આવ્યા બાદ ઘણા કેસ સામે આવી ચુક્યા છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી માટે કોઇને જાણકારી નથી. 

જણાવી દઇએ કે ચીને ગત સપ્તાહે જ દેશના તમામ પ્રાંતોમાં કોરોના વાયરસના કેસ 'લો' અથવા 'મીડિયમ' રિસ્ક પર થવાનો દાવો કર્યો હતો. રવિવારે જ નેશનલ હેલ્થ કમિશને કોરોનાના 17 નવા કેસ દાખલ કર્યા છે. 

ગત બે સપ્તાહમાં આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોનાના કેસ અહીંયા ડબલ ડિજીટમાં સામે આવ્યા છે. એમાંથી 5 કેસ રશિયા અને નૉર્થ કોરિયાની સીમાઓ સાથે જોડાયેલા 3 પ્રાંતોમાં મળી આવ્યા છે. 

જિલિન પ્રાંતમાં મળી આવેલા પાંચ દર્દીઓ શુલાન શહેરમાં જ હતા, જ્યારે અન્ય બે હિલોંગિજિયાન અને લાયોનિંગ નામના પ્રાંતમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે. જિલિન પ્રાંતના પાંત કેસ શુલાન શહેરમાં જ હતા. એમાં એક 28 વર્ષીય મહિલા અને એક 45 વર્ષીય શખ્સ અને એક 56 વર્ષના વૃદ્ધ સામેલ છે. 

ચીનના લોકલ મીડિયા પ્રમાણે, અધિકારીઓએ શુલાન શહેરના તમામ સાર્વજનિક સ્થળોને સ્થાયી રૂપથી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. શહેરમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ફેસિલિટી, સિનેમા અને લાઇબ્રેરી જેવી જગ્યાઓને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે. 

સાથે જ શહેરના લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્કૂલ-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફરીથી ઑનલાઇન ક્લાસિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાર્વજનિક વાહનોના પ્રતિબંધની સાથે સાથે શહેરમાં ટેક્સીની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. 

સૂત્રો પ્રમાણે શુલાન શહેરમાં ફેલાયેલા ઇન્ફેક્શન એક રહસ્ય બનીને રહી ગયું છે. જિલિન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે 45 વર્ષના એક પૉઝિટિવ મહિલાના કારણે સમગ્ર શહેર વાયરસની ચપેટમાં આવી ગયું છે. મહિલાનું સ્થાનિક એડ્રેસ અથવા કૉન્ટેક્ટ હિસ્ટ્રી માટે કોઇ જાણકારી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus world કોરોના વાયરસ ચીન શુલાન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ