ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / corona virus lockdown esi scheme for unemployed person

લાભ / કોરોનાને કારણે નોકરી પર સંકટ? મોદી સરકારની આ સ્કીમનો લાભ લો, 2 વર્ષ સુધી મળશે પૈસા

Published By: Juhi

Last Updated: 05:39 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના માહામારીની સીધી અસર દેશની જનતાની સાથે સાથે દેશની ઇકૉનોમી પર પણ પડી છે. આજ સ્થિતિમાં લોકોની નોકરી પર પણ સંકટમાં મૂકાઇ છે. ઘણી કંપનીઓને છટણી કરવાની પણ શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

જો તમારી સાથે પણ નોકરીને લઇને સમસ્યા થઇ છે તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે હેઠળ બેરોજગાર હોવાની સ્થિતિમાં કર્મચારીને 24 મહિના સુધી રૂપિયા મળશે. જાણો આ યોજના વિશે વિસ્તારથી...

મોદી સરકારની આ સ્કીમનું નામ 'અટલ બીમિત વ્યકિત કલ્યાણ' યોજના છે. આ યોજના હેઠળ નોકરી ગુમાવવા પર તમને 2 વર્ષ સુધી આર્થિક મદદ મળશે. આ આર્થિક મદદ દર મહિને આપવામાં આવશે. બેરોજગાર વ્યક્તિને આ લાભ તેની ગત 90 દિવસની એવરેજ આવકના 25 % બરાબર આપવામાં આવશે. 

આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રના તે જ કર્મચારીઓ ઉઠાવી શકે છે તે ESIC થી બીમિત છે અને જેઓ બે વર્ષ કરતા વધારે નોકરી કરી ચૂક્યા છે. આ સિવાય આધાર તથા બેંક એકાઉન્ટથી જોડાયેલી વિગતો હોવી જરૂરી છે. 

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમારે સૌથી પહેલા ESIC ની વેબસાઇટ પર જઇને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણની યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. 

આ યોજના વિશે વિસ્તારથી જાણવા માટે તમારે https://www.esic.nic.in/ પર ક્લિક કરીને જાણકારી મેળવી શકશો. 

ઉલ્લેખનીય છે કે, આ યોજનાની ફાયદો તે લોકોને નહી મળે કે જેમણે પોતાના ખોટા વ્યવહારને માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. આ સિવાય ગુનાનો કોઇ કેસ ચાલતો હોય અથવા તો રિટાયરમેન્ટ લેનારા કર્મચારીને પણ આ યોજનાનો લાભ નહી મળે.

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Help India UnEmployment Help

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ