બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / corona virus covid 19 death insurance companies cannot refuse claims

ગૂડ ન્યૂઝ / કોરોનાથી થયું હોય મૃત્યુ તો પણ મળશે ઇન્શ્યોરન્સના પૈસા, કંપનીઓ નહીં કરી શકે ઇન્કાર

Published By: Krupa

Last Updated: 10:09 PM, 6 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન વીમા કંપનીઓના સંગઠન લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે સોમવારે આ વાત સ્પષ્ટ કરી છે. કાઉન્સિલે કહ્યું કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19 ના કારણે થયેલા મોતના સિલસિલામાં ક્લેમ એટલે કે દાવો નિપટાવવા માટે બંધાયેલા છે. એટલે કે કોરોના વાયરસથી જો કોઇ પૉલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે તો નૉમિનીને ડેથ બેનિફિટ તરીકે અમુક રકમ મળશે.

  • કોરોના વાયરસથી મોત પર પણ વીમા કંપનીઓને ક્લેમ નિપટાવવો પડશે
  • વીમા કંપનીઓના સંગઠન જીવન વીમા કાઉન્સિલે કર્યો સ્પષ્ટ
  • આ માટે ઘણા પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી

કોરોના વાયરસના કારણે કોઇ દર્દીનું મોત થઇ જાય છે તો એના પરિજનોને ક્લેમ આપવા માટે કોઇ પણ ઇન્શ્યોરન્સ કંપની ના પાડી શકશે નહીં, જીવન વીમા કંપનીઓના સંગઠન લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે સોમવારે આ વાત સ્પષ્ટ કરી છે. 

એટલે કે કોરોના વાયરસથી જો કોઇ પૉલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે તો નૉમિનીને ડેથ બેનિફિટ તરીકે સમ એશ્યોર્ડ એટલે બિમિત રકમ મળશે. જ્યારે ઇન્શ્યોર્ડ એટલે કે બીમિત વ્યક્તિનું મોત થાય છે ત્યારે ડેથ બેનિફિટ નૉમિનીને મળે છે. એના માટે નૉમિનીને ક્લેમ ફાઇલ કરવો પડે છે. 

શું કહ્યું કાઉન્સિલે
કોઉન્સિલે કહ્યું કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19ના કારણે થયેલા મોતનો સિલસિલામાં ક્લેમ નિપટાન કરવા માટે બંધાયેલ છે. કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું કે સાર્વજનિક અને ખાનગી, બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ 19થી સંબંધિત કોઇ પણ મૃત્યુ પર ક્લેમના નિપટાન માટે બંધાયેલ છે. 

આ માટે ચાલી રહી હતી ચર્ચાઓ
નોંધનીય છે કે આ માટે ઘણા પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી કે કોરોના વાયરસથી જો કોઇનું મોત થયું તો એના પરિજનોના વીમા ક્લેમને વીમા કંપનીઓને નકારી શકે છે, કારણ કે કોવિડ 19 બિલકુલ નવી મહામારી છે અને એની પૉલિસીમાં કોઇ ચર્ચા નહતી. પરંતુ જીવન વીમા કાઉન્સિલે હવે એને સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ પણ કંપની આવા ક્લેમને નિપટાવવા માટે ના પાડી શકે નહીં. 

આ મામલે નહીં લાગૂ થાય 'ફોર્સ મેજર'
કાઉન્સિલે કહ્યું કે કોવિડ 19થી મોતના દાવાના મામલામાં 'ફોર્સ મેજર'ની જોગવાઇ લાગૂ થશે નહીં. ફોર્સ મેજરનો મતલબ છે કે એવી અપ્રત્યાશિત દશાઓ, જ્યારે કરારનું પાલન બંધાયેલ હોતા નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Insurance business claims ઇન્શ્યોરન્સ કોરોના વાયરસ ક્લેમ વીમા Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ