બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / corona lockdown epfo distributes rs 946 crore from pf you can also get benefit

ગૂડ ન્યૂઝ / લૉકડાઉન વચ્ચે EPFOએ વહેંચ્યા આટલા કરોડ રૂપિયા, તમે પણ ઊઠાવો PFનો ફાયદો

Published By: Krupa

Last Updated: 08:58 PM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 15 દિવસમાં આશરે 3.31 લાખ ક્લેમને નિપટાવતા સબ્સક્રાઇબરને 946.49 કરોડ રૂપિયા પાછા કર્યા છે, જે એમના પોતાના પ્રોવિડન્ટ ફંડમાં જમા હતા. શ્રમ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. કોરોના સંકટ સમયમાં કોઇને આર્થિક સમસ્યા ના આવે એના મટે EPFO એ પીએફ અકાઉન્ટથી એડવાન્સ રૂપિયા નિકાળવાની સુવિધા પૂરી પાડી છે.

  • કોરોના લૉકડાઉન વચ્ચે ઇપીએફઓએ દેખાડી સક્રિયતા
  • 15 દિવસમા પીએફથી આપેલા લોકોને 946 કરોડ એડવાન્સ
  • લોકોની મુશ્કેલીઓને દૂર કરવા માટે ખાસ જોગવાઇ 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને લૉકડાઉનની વચ્ચે ખૂબ સક્રિયતા દેખાડતા પોતાના સબ્સક્રાઇબરમાં છેલ્લા 15 દિવસમાં આશરે 946 કરોડ રૂપિયા વિતરણ કર્યા છે. વાસ્તવમાં ઇપીએફઓે ખાસ જોગવાઇ કરતા લૉકડાઉનની વચ્ચે લોકોને પોતાના પીએફથી એડવાન્સ નિકાસીની પરવાનગી આપી છે. 

કોરોના સંકટના સમયમાં લોકોને કોઇ પ્રકારની આર્થિક સમસ્યા ના આવે, એના માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ અકાઉન્ટથી એડવાન્સ પૈસા નિકાળવાની સુવિધા પૂરી પાડી છે. એનાથી નિકાળવામાં આવેલી રકમ પર ટેક્સ પણ કપાતો નથી. 

15 દિવસમાં નિપટાવ્યા 3.31 લાખ ક્લેમ 
ઇપીએફઓએ 15 દિવસમાં આશરે 3.31 લાખ ક્લેમને નિપટાવતા સબ્સક્રાઇબરને 946.49 કરોડ રૂપિયા પાછા કર્યા છે, જે એમને પોતાના પ્રોવિડેન્ટ ફંડમાં જમા હતા. શ્રમ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. 

આટલું જ નહીં, આ ઉપરાંત એ પીએફ ટ્રસ્ટના દ્વારા પણ 284 કરોડ રૂપિયાનું પીએફ વિતરણ કરવામાં આવ્યું છે જેમને ઇપીએફઓથી અંદર સંચાલિત થવાની છૂટ આપે છે. આ ઇપીએફ સ્કીમ હેઠળ સંચાલિત થાય છે. 

મંત્રાલયે કહ્યું કે આ નિકાસી પૂરી રીતે ઑનલાઇન થઇ રહી છે અને એનાથી જરૂરિયાત લોકોને સબ્સક્રાઇબરને લૉકડાઉનની વચ્ચે ખૂબ રાહત મળી રહી છે. 

કેટલી નિકળી શકે છે રકમ 
તમારા PF ખાતામાં મોજૂદ બેલેન્સના 75 ટકા સુધી, અથવા વેતનના 3 મહિના બરાબર રકમ તમે નિકાળી શકો છો. નોંધનીય છે કે ગત મહિને શ્રમ મંત્રાલયે એવું જાહેર કર્યું હતું કે કોવિડ-19 મહામારીને જોચા ખાસ જોગવાઇ કરતા ઇપીએફના સબ્સક્રાઇબરને એમના પીએફ રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાના મૂળ વેતન બરાબર, જે પણ ઓછું હોય, રકમ નિકાળવાની પરવાનગી આપવામાં આવશે. 

એના માટે 28 માર્ચ 2020એ એક નોટિફેક્શન જારી કરીને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952માં બદલાવ કરવામાં આવ્યો હતો. આ રકમને એડવાન્સ તરીકે આપવામાં આવી રહી છે અને એને કર્મચારીને ફરીથી જમા કરવાની જરૂર નથી. 

કેવી રીતે નિકળી શકે છે રકમ 
આ નિકાસી રકમ પર ઇન્કમ ટેક્સ પણ કપાશે નહીં, જરૂરીયાતને જોતા ઇપીએફઓ દાવોને તત્કાળ નિપટાવી રહ્યું છે અને એક વખત તપાસ થઇ ગયા બાદ સામાન્ય રીતે અરજીકર્તાના બેંક ખાતામાં 3 દિવસની અંદર રકમ આવી જાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

EPFO PF lockdown ઇપીએફઓ કોરોના પીએફ લૉકડાઉન Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ