બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy over Hanumanji idol in one more temple after Kundaldham and Salangpur

ધાર્મિક વિવાદ / સાળંગપુર, કુંડળધામ બાદ વધુ એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈને વિવાદ: નીલકંઠવર્ણીને ફળાહાર કરતાં દેખાડાયા

Malay

Last Updated: 12:48 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: સાળંગપુર બાદ સાયલાના લોયાધામ મંદિરમાં લગાવાયેલા ભીંતચિત્રમાં હનુમાનજીને સેવક દર્શાવાયા, સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને ભક્તોમાં આક્રોશ.

  • સાયલાના લોયાધામમાં ભીંતચિત્રનો વિવાદ
  • ભીંતચિત્રમાં હનુમાનજીને સેવક દર્શાવાયા
  • સાળંગપુર જેવી જ બનાવાઈ છે હનુમાનજીની મૂર્તિ

Salangpur Temple Controversy: ગુજરાતમાં વર્તમાન સમયમાં સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સાળંગપુર મંદિરમાં 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને જો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનાવાની સંભાવનાઓ છે. સાળંગપુર ખાતેથી ભીંતચિત્રોને લઈને વિવાદ સામે આવ્યા બાદ હવે એક પછી એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. જોકે, જે સમગ્ર બાબતને લઈ વિરોધનો વંટોળ વધી રહ્યો છે. લોયાધામ મંદિરમાં લગાવાયેલા ભીંતચિત્રમાં હનુમાનજીને સેવક દર્શાવાયા છે. અહીં સાળંગપુર જેવી જ હનુમાનજીની મૂર્તિ બનાવાઈ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

સાયલાના લોયાધામમાં પણ વિવાદમાં
લોયાધામ ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવાયા છે. સંતો જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઇ રહ્યું છે.

વણીન્દ્રા ધામ અને કુંડળધામમાં સર્જાયો વિવાદ
સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્રા ધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના છેવાડાના પાટડી તાલુકામાં વણીન્દ્રા ધામ આવેલું છે  સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પણ હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ સર્જાયો છે. કુંડળધામમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને પણ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

પાટડીના વણીન્દ્રા ધામમાં હનુમાનજીની તસવીર

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ