બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / consume spice powder twice a day digestive system will improve amazing benefits
Last Updated: 08:34 PM, 6 March 2024
ઘણા લોકોને ખાટા ઓડકાર આવવાની અને પેટ ભારે લાગવાની સમસ્યા હોય છે. જો તમને પણ આ પ્રકારની તકલીફ થતી હોય તો તમારું પાચનતંત્ર ઠીક નથી. પેટમાં દુખાવો, છાતી અને પીઠમાં દુખાવો, ક્રોનિક એબ્ડોમિનલ દુખાવો, કબજિયાત, ઝાડા, ભોજન ગળવામાં તકળીફ થવી, મળત્યાગમાં તકલીફ થવી તે પાચનતંત્રની સમસ્યા છે. પાચનની સમસ્યા દૂર કરવામાં ઘરેલુ નુસ્ખા અસરદાર સાબિત થાય છે.
ADVERTISEMENT
ખરાબ પાચનને કારણે મૂડ પણ ખરાબ રહે છે, તથા અનિંદ્રા અને થાક લાગે છે. તમે રસોડાના 5 મસાલાનો પાઉડર બનાવીને સેવન કરવાથી તમારી પાચનની તકલીફ દીર થઈ શકે છે. વરિયાળી, અજમો, હળદર, મેથીના દાણા અને તજ ઔષધીય ગુણોથી ભરપૂર મસાલા છે. જેનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે અને આરોગ્યને અનેક લાભ થાય છે.
આ રીતે બનાવો ચૂર્ણ
50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથીના દાણા અને 25 ગ્રામ તજ લો. આ તમામ મસાલાને મિક્સરમાં એકદમ ઝીણો પીસાી લો. આ પાઉડર એરટાઈટ ડબ્બામાં ભરી દો. દરરોજ જમતા પહેલા એક ચમચી પાઉડરનું સેવન કરો. જેથી જમ્યા પછી ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યાથી રાહત મળશે. દરરોજ આ પાઉડરનું સેવન કરવાથી પાચન સરળતાથી થાય છે.
ADVERTISEMENT
વેઈટલોસ
આ પાઉડરનું સેવન કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને વજન ઝડપથી ઘટવા લાગશે. પેટની આસપાસની ચરબી ઝડપથી દૂર થશે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
આ પાઉડરનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. રેજિસ્ટેંસ ઓછુ કરવાની સાથે સાથે કોલસ્ટ્રોલ અને ચરબીમાં પણ ઘટાડો થાય છે. દિવસમાં બે વાર હુંફાળા પાણી સાથે આ પાઉડરનું સેવન કરવું.
ADVERTISEMENT
સાંધાના દુખાવાથી રાહત
આ પાઉડરમાં પ્રોટીન, ઝિંક તથા અલગ અલગ વિટામીન હોય છે. જેથી આ પાઉડરનું નું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.
વધુ વાંચો: મહિલાઓને આકર્ષિત કરે છે પુરુષોનો પરસેવો, રિસર્ચમાં થયો ઉત્તેજના વધારતો ખુલાસો
ADVERTISEMENT
થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે
આ પાઉડરનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે. આ પાઉડરમાં નેચરલ પોલિફેનોલ યૌગિક હોય છે, જે શરીર માટે એન્ટી ઓક્સિડેન્ટનું કામ કરે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.