ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ale sweat attracts women mood reveals journal of neuroscience

રિસર્ચ / મહિલાઓને આકર્ષિત કરે છે પુરુષોનો પરસેવો, રિસર્ચમાં થયો ઉત્તેજના વધારતો ખુલાસો

Published By: Vikram Mehta

Last Updated: 06:42 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરસેવો વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ન્ય જીવની જેમ પરસેવામાં પણ એક વિશેષ ગંધ હોય છે, જે વિજાતીય વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે.

ADVERTISEMENT

પરસેવો શરીરનું તાપમાન કંટ્રોલ કરવાની સાથે સાથે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જર્નલ ઓફ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત થયેલ રિસર્ચ અનુસાર અન્ય જીવની જેમ પરસેવામાં પણ એક વિશેષ ગંધ હોય છે, જે વિજાતીય વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. 

કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેના સંશોધનકર્તાઓએ રિસર્ચ અનુસાર પુરુષોના પરસેવામાં એક વિશેષ તત્ત્વ એંડોસ્ટેડિયનોન હોય છે, જેથી મહિલાઓમાં કોર્ટિસોલ લેવલ વધે છે. કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે, જે મહિલાઓના મૂડ અને યૌન ઉત્તેજનાને પ્રભાવિત કરી શકે છે. 

રિસર્ચ પરિણામ
રિસર્ચ કરવા દરમિયાન મહિલાઓને પુરુષોના પરસેવામાંથી કાઢવામાં આવેલ વિશેષ કેમિકલ પદાર્થ આપવામાં આવ્યું. ત્યારપછી મહિલાઓના લોહીમાં કોર્ટિસોલ લેવલ માપવામાં આવ્યું. જેના પરિણામસ્વરૂપે રિસર્ચર્સને જાણવા મળ્યું કે, જે મહિલાઓએ સ્મેલ લીધી હતી તે મહિલાઓમાં અન્ય મહિલાઓની સરખામણીએ કોર્ટિસોલ લેવલ વધુ હતું. 

રિસર્ચર્સનો મત
આ રિસર્ચના પ્રમુખ સંશોધનકર્તા ડૉ.ક્લેયર વાયાર્ટે જણાવ્યું છે કે, આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મનુષ્યમાં ગંધના માધ્યમથી સિગ્નલ એક્સચેન્જ થાય છે. ઉંદર અને પતંગિયા ગંધની મદદથી સિગ્નલ એક્સચેન્જ કરે છે અને તેમના વ્યવહાર પર અસર થાય છે. તે પ્રકારે સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, માનવ ગંધ વિજાતીય વ્યક્તિને બાયોલોજિકલ અને મનોવૈજ્ઞાનિક રૂપે અસર કરી શકે છે. 

વધુ વાંચો: આટલા દિવસમાં ટ્રુથબ્રશ બદલી નાખજો, નહીંતર બેક્ટેરિયા કરશે એટેક, 99 ટકા લોકો રહે છે ભ્રમમાં

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

journal of neuroscience male sweat male sweat attracts women male sweat research ન્યુરોસાયન્સ જર્નલ પુરુષના પરસેવા પર રિસર્ચ પુરુષનો પરસેવો male sweat research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ