બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how often should you change your Toothbrush
આપણા શરીરની સ્વચ્છતાની સાથે જ ઓરલ હાઈજીન પણ ખૂબ જ જરૂરી છે. તમારી ટૂથબ્રશ તમારા મોંઢાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પરંતુ ટૂથબ્રશ જ તમને બીમાર તો નથી કરી રહ્યું? આવો તમને જણાવીએ કે આપણે ટૂથબ્રશને કેટલા સમયમાં બદલી નાખવું જોઈએ.
ADVERTISEMENT

એક જ ટૂથબ્રશનો લાંબા સમય સુધી ન કરો ઉપયોગ
મોટાભાગે આપણે જોઈએ છીએ કે ટૂથપેસ્ટ સમય સમય પર બદલતી રહે છે. પરંતુ આપણુ ટૂથબ્રશ વર્ષો સુધી ચાલતું રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારે ટૂથબ્રશ પણ સમય સમય પર બદલતા રહેવું જોઈએ. જ્યારે ટૂથબ્રશના બ્રિસલ્સ તૂટી જશે કે તેમાં બેક્ટેરિયા અને જીવાણુઓ વધી જાય છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
કેટલા દિવસમાં બદલી લેવું જોઈએ ટૂથબ્રશ
ટૂથબ્રશને આપણે મોટાભાગે પાણીથી સાફ કરીએ છીએ પરંતુ પાણીથી તે સાફ નથી થતું. તેમાં મોંઢાની ગંદકી, સલાઈવા વગેરે લાગી જાય છે. એવામાં પોતાના ટૂથબ્રશને લગભગ 3 મહિનામાં બદલી લેવું જોઈએ. હકીકતે 2થી 3 મહિના બાદ તમારા ટૂથબ્રશના બ્રિસલ્સ કમજોર થઈ જાય છે અને તેમાં બેક્ટેરિયા થવા લાગે છે.

ADVERTISEMENT
વધુ વાંચો: યુવાનોમાં વધી રહ્યો છે કોલન કેન્સરનો ખતરો: આ 7 લક્ષણો ક્યારેય નજરઅંદાજ ન કરતાં
ટૂથબ્રશ આપે છે તમને સાઈન
તમારૂ ટૂથબ્રશ તમને પોતે ઘણા એવા લક્ષણ આપે છે જેને જોઈને જ તમે સમજી શકો છો કો ટૂથબ્રશ બદલવાનો સમય આવી ગયો છે. જેમ કે બ્રિસલ્સ કમજોર થવા લાગવા. ટૂથબ્રશના બ્રિસલ્સ રંગ બદલવા લાગે. આવું કંઈ હોય તો તમારે ટૂથબ્રશ તરત બદલી નાખવું જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.