બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / colon cancer symptoms causes lifestyle factors risk in youth

સ્વાસ્થ્ય / યુવાનોમાં વધી રહ્યો છે કોલન કેન્સરનો ખતરો: આ 7 લક્ષણો ક્યારેય નજરઅંદાજ ન કરતાં

Arohi

Last Updated: 01:42 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Colon Cancer Symptoms: જો પાચનમાં ગડબડ થાય તો તેના કારણે કબજીયાત, પેટમાં દુખાવો અને અન્ય પ્રકારની મુશ્કેલીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે કોલન કેન્સર. જેની શરૂઆત મોટા આંતરડામાં સોજાથી થાય છે. જાણો તેના શરૂઆતી લક્ષણ....

શું તમને પેટમાં દુખાવો રહે છે? મળમાં લોહી આવે છે કે કબજીયાતની ફરિયાદ થાય છે? તો સાવધાન રહો. આ કોલોન કેન્સરની શરૂઆત છે. મોટાભાગે ઘણા લોકો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને ઈગ્નોર કરે છે. પરંતુ એવું કરવું તમને વધારે મોંઘુ પડી શકે છે.

કારણ કે ઘણા મામલામાં પેટની સમસ્યા કોલન કેન્સરનું કારણ બની શકે છે. આ કેન્સર રેક્ટમમાં થાય છે. ખોટી ડાયેટ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે જ કોલન કેન્સરના કેસ સતત વધતા જઈ રહ્યા છે. એવામાં આ લક્ષણોના દેખાવવા પર તરત જરૂરી સારવાર કરાવો.

બે પ્રકારના હોય છે કોલન કેન્સર 
કોલન કેન્સર બે પ્રકારના હોય છે. જેમાં એક હોય છે લેફ્ટ અને બીજો હોય છે રાઈટ બાજુ કેન્સર. લેફ્ટ સાઈડના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુઃખાવો અને રેક્ટમમાં લોહી આવે છે. તેમાં વોમિટિંગ કે થાક નથી લાગતો. 

જ્યારે રાઈટ સાઈડનું કેન્સર થવા પર થાક, કમજોરી અને એનીમિયાની સમસ્યા જોવા મળે છે. ઘણા કેસમાં આ કેન્સર જેનેટિક પણ હોય છે. આ કેન્સરની શરૂઆત ઈન્ટેસ્ટાઈનમાં ટ્યુમરથી થાય છે. જો સમય પર ટ્યુમરની જાણકારી મળે તો દર્દીની સારવાર સરળ થઈ શકે છે. 

યુવાઓને વધારે ખતરો 
કોલન કેન્સર યુવાઓને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. વધારે ઉંમરના લોકોના મુકાબલે યુવાઓમાં તેનો ઉપાય ખૂબ જ મુશ્કેલ છે. મોટાભાગે આ કેન્સર 45 વર્ષની ઉંમર બાદ થાય છે પરંતુ હવે 35 વર્ષની ઉંમરના લોકોને ધીરે-ધીરે લપેટામાં લઈ રહ્યું છે. 

કોલન કેન્સરના લક્ષ્ણ 

  • સતત મળ ત્યાગ કરવામાં ફેરફાર, જેમ કે- કબજીયાત, લૂઝ મોશન, મળના રંગમાં ફેરફાર. 
  • મળમાં લોહી આવવું કે કાળુ મળ 
  • મળાશયથી લોહી આવવું
  • સતત પેટની મુશ્કેલીઓ રહેવી 
  • ગેસ અને પેટમાં દુખાવો 
  • ભોજન ન કર્યું હોય છતાં પેટ ભરેલું લાગવું 
  • થાક કે કમજોરી 

આ રીતે બચો 
પેટ સાથે જોડાયેલી સમસ્યા કોઈ પણ બીમારીનું સૌથી મોટુ કારણ બની શકે છે- જેમ કે સતત ખોટી ડાયેટ. માટે સૌથી વધારે જરૂરી છે કે પોતાની ડાયેટનું ધ્યાન રાખો. ખાવામાં ખાંડ, મીઠુ અને મેદાનો ઉપયોગ ઓછો કરો. 

વધુ વાંચો: પેટમાં દુખાવો, ગેસ હોય કે કબજિયાતની સમસ્યા, આ 5 કારણોથી બગડે છે આંતરડાનું તંત્ર, એક્સપર્ટની સરળ સલાહ પાળો

જંક ફૂડ અને મસાલેદાર ભોજનથી બચો. ખાવામાં ફળ, શાકભાજી, ફાઈબર અને પ્રોટીનને જરૂર શામેલ કરો. તેના ઉપરાંત દારૂનું સેવન અને ધૂમ્રપાન ન કરો. વજન વધતુ હોય તો રોજ એક્સરસાઈઝ કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ